ઋતિક રોશન સિંગિંગ રિયાલિટી શો 'તારે જમીન પર'ની પ્રમોશન ફી નહીં લે
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
30, ઓક્ટોબર 2020  |   2376

મુંબઇ 

બોલિવૂડ એક્ટર ઋતિક રોશન ટૂંક સમયમાં અપકમિંગ સિંગિંગ રિયાલિટી શો 'તારે જમીન પર'ને પ્રમોટ કરતો દેખાશે. સૂત્રોના જણાવ્યા મુજબ એક્ટરને આ શોનો કન્સેપ્ટ એટલો ગમ્યો કે તેણે પ્રમોશન માટે ફી લેવાની ના પાડી દીધી.

શો સાથે જોડાયેલા સૂત્રે જણાવ્યું કે, 'આ રિયાલિટી શોની ખાસિયત છે કે તેમાં કોઈપણ પ્રકારની એલિમિનેશન પ્રોસેસ નહીં હોય. જેટલા પણ બાળકોએ શોમાં ભાગ લીધો છે તે છેક સુધી રહેશે. મેન્ટર્સ શંકર મહાદેવન, ટોની કક્કર અને જોનીતા ગાંધી આ બાળકોને, તેમના ટેલેન્ટને ટ્રેન કરશે. શોની પ્રમોશનલ સ્ટ્રેટેજી મુજબ, મેકર્સે અમુક બોલિવૂડ એક્ટર્સને આ કન્સેપ્ટ જણાવ્યો જેમાંનો એક હ્રિતિક રોશન છે.

જ્યારે મેકર્સે શોના સપોર્ટ માટે તેનો સંપર્ક કર્યો તો તેને આ કન્સેપ્ટ સાંભળ્યો. તેણે ખુદ આ શોનો પ્રોમો તેના ઘરે થોડા દિવસ પહેલાં શૂટ કર્યો જેમાં તે બાળપણની કવિતા સંભળાવી રહ્યો છે. તેણે આ શોના પ્રમોશન માટે કોઈપણ પ્રકારની ફી નથી લીધી કારણકે તેને શોનો કન્સેપ્ટ ઘણો ગમ્યો હતો કે શોમાં કોઈ એલિમિનેશન પ્રોસેસ નથી. ફી ન લેવાની વાતની મેકર્સ ઘણા અચંબિત થયા.'

ઋતિક રોશન સિવાય ક્રિકેટર કપિલ દેવ અને બોલિવૂડ ડિરેક્ટર- કોરિયોગ્રાફર રેમો ડિસોઝા, ટીસ્કા ચોપરા, હેમા માલિની અને ઈશા દેઓલે પણ શોના ટીઝર પ્રોમો માટે શૂટિંગ કર્યું. ખાસ વાત એ છે કે આ બધાએ પણ ફી લેવાની ના પાડી દીધી છે.


© 2026. All rights reserved by Inkpot Publications Private Limited.
This website follows the DNPA Code of Ethics
Design & Develop By:
Dalia Web & Soft Solution