મુંબઇ
એક્ટ્રસે શ્વેતા તિવારી તેની પર્સનલ લાઇફને કારણે ઘણી ચર્ચામાં રહે છે. પહેલાં પતિથી છુટાછેડા બાદ વર્ષ 2013માં અભિનવ કોહલી સાથે બીજા લગ્ન ક્યા અને લગ્ન બાદ દીકરાનાં જન્મ પછી તેમનાં સંબંધોમાં આવેલી ખટાશ. થોડા મહિના પહેલાં અભિનવે આરોપ લગાવ્યો હતો કે, તેની પત્ની શ્વેતા તેને દીકરાથી અલગ કરી દીધો છે. એક વખત ફરી અભિનવે આ આરોપ લગાવ્યો છે. તેણે કહ્યું કે, દીકરા રિયાન્સ ને શ્વેતાએ છુપાવી દીધો છે. જોકે, તે તમામ આરોપોની વચ્ચે આશરે 1 અઠવાડિયા બાદ તેનાં દીકરા સાથે મુલાકાત થઇ.એટલું જ નહીં અભિનવે હવે શ્વેતા વિરુદ્ધ માનહાનિનો કેસ ઠોકી દીધો છે.
શ્વેતા તિવારી ગત મહિનામાં કોરોના પોઝિટિવ આવવાને કારણે તે ખુબ ચર્ચામાં હતી. કોરોનાને કારણે તેણે તેનાં દીકરા રિયાંશને તેનાં પિતા અભિનવ કોહલી ને શોપ્યો હતો. પણ હવે અભિનવનો આરોપ છે કે, 25 ઓક્ટોબરથી શ્વેતા તેને લઇ ગઇ છે અને દીકરાને ગુમ કરી દીધો છે.
અભિનવે જણાવ્યું કે એક અઠવાડિયા બાદ તે દીકરા રેયાંશને મળ્યો, પણ શ્વેતાએ થોડા જ સમયમાં તેને મારાથી દૂર કરી દીધો. તેણે કહ્યું કે, જ્યારે મે મારા દીકરાને મળ્યો તો મને લાગ્યું કે, તે થોડો ડરેલો હતો. વધુમાં કહ્યુ કે મહિલાઓ વિરુદ્ધ નથી પણ આ વાત સત્ય છે કે આપણાં દેશમાં જેટલાં પણ કાયદા મહિલાઓની રક્ષા માટે બન્યા છે તેનો ઉપયોગ જરૂરતમંદ મહિલાઓ ઓછું કરે છેઅને ચાલાક અને ખતરનાક મહિલાઓ વધુ કરે છે. જેથી આકાયદો પુરુષો માટે ઘાતક સાબિત થતો જઇ રહ્યો છે.
Loading ...