નવસારી- 

"પતિ પત્ની અને વો" નો અંજામ મોટેભાગે કરુણ અને અપરાધથી ભરેલો આવતો હોય છે, અને પરિણામમાં હત્યા થાય એવા કિસ્સા પણ બનતા આવ્યા છે. જેમાં હત્યાનો તખ્તો ઘડવો પણ આધુનિક થઈ ગયો હોય એમ ટીવી ચેનલમાં આવતી ક્રાઈમ સિરિયલો જાેઈને અહીં પ્રેમિકાના પ્રેમીને મોતનો અંજામ અપાયો છે. તારીખ ૦૩-૦૩-૨૦ ના રાત્રે ૯ વાગ્યે ચીખલી તાલુકાના બામણવાડા ગામના માજી સરપંચ જેનું નામ નિલેશ છનાભાઈ પટેલની હત્યા કરાયેલી લાશ શેરડીના ખેતરમાં મળી આવતા પોલીસ તપાસ શરૂ થઈ અને પોલીસ માટે ગુનો ઉકેલવો એ એક ગુત્થી બની ગઈ.

જેને ઉકેલવા માટે પોલીસે ચારો તરફ પોતાના નેટવર્કની જાળ બિછાવી દીધી. સમગ્ર કેશની તપાસ ચીખલી પોલીસ પાસેથી એલસીબીને સોંપવામાં આવી એક પછી એક કડીઓ જાેડતી ગઈ અને અંતે ૬ મહિના બાદ એલસીબીને સફળતા મળી અને હત્યાનો નિચોડ લગ્નેતર સંબંધ સામે આવ્યા જેમાં પત્નીના પ્રેમીને પતિ અને પત્ની સાથે બે સાગરીતોને લઈને જુવાનજાેધ નિલેશનું કાસળ કાઢી નાખ્યું. હત્યા અંગે તમામ ફેક્ટરો તપસ્યા બાદ મરનારના પ્રેમ સંબંધ એક વિવાહિત સ્ત્રી સાથે અને મિત્રની પત્ની સાથે બંધયા હતા જેમાં અવારનવાર મિત્રની પત્ની સાથે મળવાનું થતા આંખ મીચોલી થઈ ગઈ અને પ્રેમના ફૂલો ખીલી ઉઠ્યા.

પણ પ્રેમની જાણ પતિ ચિન્મયને થઈ અને લગ્નજીવનમાં તિરાડ પડવાની શરૂઆત થઈ જેમાં પત્નીનો પ્રેમી કણાની જેમ પતિને ખૂંચતો હતો. પત્ની સામે શરત મૂકી પતિએ કહ્ય્šં, તારે મારી સાથે રહેવું છે કે પછી પ્રેમી સાથે મારી સાથે રહેવું હોય તો પ્રેમીને જાનથી મારી નાખવામા મને મદદ કરવી પડશે. ત્યારબાદ હત્યાનો પ્લાન ગોઠવાયો જેમાં મરણ જનારની રેકી કરવામાં આવી. જેમાં ચીખલી તાલુકાના સાદકપોર ગામના ગોલવાડના માર્ગ પાસે આવેલા બ્રહ્મદેવના મંદિર પાછળ પ્રેમિકા લઈને આવી અને ત્યાં સહ આરોપીની મદદથી પ્રેમીને કુહાડી લોખંડનો સડીયો અને લાકડાના ફાટકાઓ માથામાં મારીને પ્રેમીના રામ રમાડી દીધા.