લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
30, માર્ચ 2026 |
2970
પાદરામાં છેલ્લા બે વર્ષથી પત્ની સાથે ચાલતાં ઝઘડાએ ગંભીર સ્વરૂપ ધારણ કર્યું હતું. પતિ સાથેની તકરારને લીધે પત્ની અને તેના પિયરીયાઓએ પાદરાથી પતિનું કારમાં અપહરણ કરીને મારતાં મારતાં ધોળકા લઇ ગયા હતા જયાં તે છટકીને ગમેતેમ વડોદરા પહોંચ્યો હતો અને પાદરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.૯ મહિલા સહિત ૧૦ સામે અપહરણ સહિતનો ગુનો દાખલ કરાયો છે.
પાદરા પોલીસ મુજબ, પાદરા ટાઉનમાં રહેતા ૩૩ વર્ષીય પ્રકાશભાઈ પ્રતાપભાઈ દેવીપુજકે જણાવ્યું કે તેઓ છેલ્લા સાત વર્ષથી પાદરા ખાતે ટેમ્પો ચલાવી પોતાનું ગુજરાન ચલાવે છે.પત્ની સીમાબેન સાથે છેલ્લા બે વર્ષથી અણબનાવ ચાલી રહ્યો હતો અને તે પોતાના પિયર ધોળકા ખાતે રહે છે. તા. ૨૭ માર્ચ ૨૦૨૬ના રોજ બપોરના સમયે પ્રકાશ દેવીપુજક પોતાના ઘરે હતા ત્યારે અચાનક દરવાજા પર ખખડાટ થયો હતો દરવાજાે ખોલતા કોઈ દેખાયું નહીં, પરંતુ ઉપર દાદર પર તેમની પત્ની જાેવા મળી. ત્યારબાદ પત્ની સાથે આવેલી છ મહિલાઓએ બળજબરીથી ઘરમાં ઘુસી જઈ ઝઘડો કર્યો અને ગાળો બોલી મારવાનું શરૂ કર્યું હતું.આ પછી પત્ની સહિત તમામ મહિલાઓએ તેમને ગડદા-પાટુનો માર માર્યો અને પછી બળજબરીથી બીજા માળેથી નીચે ઘસડીને ગ્રાઉન્ડ ફ્લોર પર લઈ ગયા હતા ત્યારબાદ એક ઈકો કાર મંગાવી તેમને તેમાં બેસાડવાનો પ્રયાસ કર્યો હતો ત્યારે પ્રકાશેવિરોધ કરતાં મહિલાઓમાંથી એકે તેમની આંખોમાં સુકા મરચાની ભુકી નાખી દીધી, જેના કારણે તેમને તાત્કાલિક આંખો બંધ થઇ ગઇ હતી અને તીવ્ર બળતરા થવા લાગી હતી.આરોપ છે કે ત્યારબાદ તેમને જબરદસ્તી ગાડીમાં બેસાડી ધોળકા લઈ જવામાં આવ્યા હતા જ્યાં ફરીથી તેમની પર હુમલો થયો હતો. પત્ની સીમાબેને પણ તેમને જાનથી મારી નાખવાની ધમકી આપી અને અન્ય વ્યક્તિ સાથે રહેવાની વાત કરી હોવાનું ફરિયાદમાં જણાવાયું છે.