હૈદરાબાદ-હુબલી હ્લઙ્મઅ૯૧ ફ્લાઇટ ૩ કલાક સુધી હવામાં બેકાબૂ રહી
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
20, એપ્રીલ 2026  |   4158

ખરાબ હવામાનને કારણે હૈદરાબાદથી હુબલી જઈ રહેલી હ્લઙ્મઅ૯૧ની એક ફ્લાઈટને બેંગલુરુ ડાયવર્ટ કરવી પડી હતી. એરપોર્ટ અધિકારીઓના જણાવ્યા અનુસાર, ફ્લાઈટમાં સવાર તમામ ૨૨ મુસાફરો સુરક્ષિત છે. ફ્લાઈટ રવિવારે બપોરે લગભગ ૩:૩૦ વાગ્યે હૈદરાબાદથી રવાના થઈ હતી અને તેને સાંજે ૪:૩૦ વાગ્યે હુબલી પહોંચવાનું હતું, પરંતુ ખરાબ હવામાનને કારણે વિમાન નિર્ધારિત સમયે લેન્ડ કરી શક્યું નહીં અને લગભગ ત્રણ કલાક સુધી હવામાં જ રહ્યું હતું. આ દરમિયાન કેટલાક મુસાફરોમાં ગભરાટ ફેલાઈ ગયો હતો. ઘણા લોકો ભાવુક થઈ ગયા અને પોતાની સુરક્ષા માટે પ્રાર્થના કરવા લાગ્યા હતા. ઘણા મુસાફરો રડવા લાગ્યા હતા, કેટલાક હાથ જાેડીને ભગવાનને પ્રાર્થના કરવા લાગ્યા હતા. અમૂક તો ચીસો પાડીને રડવા લાગ્યા હતા. સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા એક વીડિયોમાં સીટ પર બેઠેલા મુસાફરો ભયભીત દેખાય રહ્યા છે. ઘણા લોકો ચીસો પાડી રહ્યા છે અને રડી રહ્યા છે. વીડિયોમાં ‘ઓહ માય ગોડ’ના અવાજ સંભળાઈ રહ્યા છે. એક મુસાફર કહે છે, ‘પાઈલટને કહો કે અમને બેંગલુરુ લઈ જાય... અથવા ફક્ત બેલગામ.’ એકબીજાને સાંત્વના આપતા કહે છે, ‘રડો નહીં, કંઈ થશે નહીં.’ પાઈલટ મુસાફરોને કહેતો સંભળાય છે, અમે હોલ્ડ પર છીએ, કૃપા કરીને ધીરજ રાખો અને સૂચનાઓનું પાલન કરો.આ વિશે એરલાઈ ફ્લાય૯૧એ જણાવ્યું હતું કે, ફ્લાઇટમાં કોઈ ટેકનિકલ સમસ્યા નહોતી. ખરાબ હવામાનને કારણે જ ફ્લાઇટને ડાયવર્ટ કરવામાં આવી હતી. એરલાઇનના જણાવ્યા અનુસાર, હુબલી ઉપર વિમાન હોલ્ડ કરવું અને પછી તેને બેંગલુરુ વાળવું એ નક્કી સલામતી પ્રક્રિયાઓનો ભાગ હતો. કંપનીએ કહ્યું કે ટેકનિકલ ખામીના અહેવાલો ખોટા અને પાયાવિહોણા છે. સુરક્ષા સાથે કોઈ ચેડા કરવામાં આવ્યા નથી. ફ્લાઇટ લગભગ ૩ કલાક સુધી હવામાં રહી હતી. મુંડગોડ, દાવણગેરે અને શિવમોગા જેવા વિસ્તારોમાં ચક્કર લગાવતી રહી હતી.

© 2026. All rights reserved by Inkpot Publications Private Limited.
This website follows the DNPA Code of Ethics
Design & Develop By:
Dalia Web & Soft Solution