કિયારા અડવાણી અને સિદ્ધાર્થ મલ્હોત્રાએ લંડન ખાતે વિમ્બલ્ડન ક્વાર્ટર ફાઇનલ મૅચ માણી હતી. તેમની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ હતી. ત્યારે એક સ્પોટ્ર્સ ચેનલ સાથેના ઇન્ટરવ્યૂમાં તેમણે ઇન્ડિયન ક્રિકેટ ટીમ માટે આ વર્ષ કેટલું સારું રહ્યું તેની અને ઇન્ડિયન વીમેન્સ ટીમની આવનારી ટુર્નામેન્ટમાં સફળતા વિશે પણ વાત કરી હતી. વિમ્બલ્ડનમાં આવવા વિશે કિયારાએ કહ્યું,“અહીં આવવું એ પ્રતિષ્ઠાની વાત છે. મારા હસબન્ડે મને કહ્યું હોવાથી અમે મૅચ જાેવા માટે અહીં આવી રહ્યાં છીએ, તેણે કહ્યું કે આપણે આવવું જ જાેઈએ કારણ કે આવી તક જીવનમાં ક્યારેક જ મળે. હું હજુ આ રમતમાં નવી છું. મને ટેનિસમાં નવો નવો રસ પડતો થયો છે અને ઉત્સાહી છું, તે સિડને આભારી છે.” આ અંગે સિદ્ધાર્થે કહ્યું, “એણે મને ઘણો સહકાર આપ્યો છે અને આ મૅચ લાઇવ જાેવા જવામાં તે મારી પાર્ટનર ઈન ક્રાઇમ છે. અમે બંને બહુ ઉત્સાહીત છીએ, હું હંમેશા એ ટીવી પર લાઈવ જાેતો અને મને થયું કે આખરે આપણે અહીં આવી ગયા.” કિયારાએ કોર્ડિનેટેડ કપડાંમાં બંનેની તસવીરો ઇન્સ્ટાગ્રામ પર શેર કરી હતી અને લખ્યું હતું, “મારે ઇમાનદારીથી કહેવુ જાેઈએ કે મારા હસબન્ડ દ્વારા તાજેતરમાં જ મને ટેનિસનો પરિચય કરાવાયો છે અને આ મારા જીવનનો સૌથી શ્રેષ્ઠ અનુભવ રહ્યો છે.” આ મૅચ વખતે કિયારા અને સિદ્ધાર્થ બંને અતિ સ્ટાઇલિશ લાગતાં હતાં. તેમની કલર સ્કીમ લોકોને ઘણી પસંદ પડી હતી.