હું ૬૦ વર્ષ સુધી આઈપીએલ રમી શકું છું : એમએસ ધોની
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
23, માર્ચ 2026  |   નવી દિલ્હી   |   1782

એમએસ ધોનીની આઇપીએલમાં નિવૃત્તિને લઈને ચાહકોમાં હંમેશા ઉત્સાહ અને અટકળો રહેતી હોય છે. ત્યારે આ વચ્ચે હવે ધોનીએ ટીકાકારોને સ્પષ્ટ જવાબ આપી દીધો છે. આઇપીએલની ૧૯મી સીઝની શરૂઆત પહેલા રવિવારે ચેન્નાઈ સુપર કિંગ્સે એક ઈવેન્ટનું આયોજન કર્યું હતું. આ ફેન ઇવેન્ટમાં એમએસ ધોનીએ ફરી એકવાર એક એવું નિવેદન આપ્યું જેનાથી ચાહકોમાં ભારે ઉત્સાહ ફેલાયો છે. ૪૪ વર્ષીય ધોનીએ મજાક-મજાકમાં કહ્યું કે, હું ૬૦ વર્ષ સુધી આઇપીએલ રમી શકુ છું. અને બસ આ સાંભળતા જ આખું ચેપોક ગુંજી ઉઠ્યું.ચેન્નાઈના એમએ ચિદમ્બરમ સ્ટેડિયમમાં રવિવારે યોજાયેલા સીએસકે ફેન ઇવેન્ટ દરમિયાન એક્ટર શિવકાર્તિકેયને મજાકમાં ધોનીને નિવૃત્તિની વાતોને અવગણીને લાંબા સમય સુધી રમવાનું કહ્યું. તેના પર ધોનીએ હસતાં-હસતાં જવાબ આપ્યો કે, તે મુશ્કેલ હશે. પરંતુ હું પ્રયાસ કરી શકું છું.ધોનીનું આ નિવેદન સાંભળતા જ સ્ટેડિયમમાં બેઠેલા ચાહકો ખુશીથી ઝૂમી ઉઠ્યા અને ધોની-ધોનીના નારા ગુંજવા લાગ્યા. આ ક્ષણનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયુ વેગે વાયરલ થઈ રહ્યો છે.

© 2026. All rights reserved by Inkpot Publications Private Limited.
This website follows the DNPA Code of Ethics
Design & Develop By:
Dalia Web & Soft Solution