'ઈચ્છાધારી નાગિન' બનશે શ્રદ્ધા કપૂર, ત્રણ ભાગમાં આવશે ફિલ્મ
28, ઓક્ટોબર 2020 3762   |  

મુંબઇ 

સ્ત્રી અને છિછોરેમાં ધમાકેદાર પર્ફોર્મન્સ આપ્યા બાદ શ્રદ્ધા કપૂર હવે બોલિવુડમાં એક નવી ભૂમિકા ભજવવા જઈ રહી છે. જે ભારતીય લોકકથા પર આધારિત હશે. રિપોર્ટ્સ પ્રમાણે, શ્રદ્ધાએ ત્રણ ફિલ્મોની એક સીરિઝ સાઈન કરી છે, જેની સ્ટોરી ઈચ્છાધારી નાગિન પર આધારિત હશે. ફેન્સને હવે શ્રદ્ધા કપૂર એક ગ્લેમરલ નાગિનના રોલમાં જોવા મળશે. શ્રદ્ધા કપૂર પહેલા વૈજયંતીમાલા, રીના રોય, રેખા અને શ્રીદેવી પણ ફિલ્મોમાં નાગિનનો રોલ પ્લે કરી ચૂક્યા છે. શ્રદ્ધા કપૂર પહેલા શ્રીદેવીએ ઈચ્છાધારી નાગિનના રોલવાળી બે ફિલ્મોની સીરિઝ નગીના અને નિગાહે કરી હતી. જેમાં તેમના નાગિનના રોલને લોકો આજે પણ યાદ કરે છે. 


ફિલ્મને લઈને શ્રદ્ધા કપૂર ઘણી ઉત્સાહિત છે. તેણે કહ્યું કે, નાગિનનો રોલ કરીને તે ખુશ થશે કારણ કે તેણ બાળપણમાં શ્રીદેવીને નાગિનના રોલમાં જોયા હતા અને હંમેશા તેવો રોલ કરવા માગતી હતી. 

ફિલ્મનું નામ હજુ સુધી નક્કી થયું નથી પરંતુ તેને વિશા ફૂરિયા ડિરેક્ટ કરશે. જેમણે 2017માં પોપ્યુલર મરાઠી ફિલ્મ 'લપાછપી' બનાવી હતી. ફિલ્મને નિખિલ દ્ધિવેદી પ્રોડ્યૂસ કરશે. ફિલ્મમાં લવ સ્ટોરીનો એન્ગલ પણ હશે. શ્રદ્ધા કપૂરના ઓપોઝિટમાં કોણ હશે તે હજુ સુધી નક્કી કરવામાં આવ્યું નથી.  ફિલ્મ ક્રિટિક તરણ આદર્શે પણ આ અંગેની માહિતી સોશિયલ મીડિયા પર આપી છે. તેણે શ્રદ્ધાની તસવીર શેર કરીને લખ્યું છે કે, 'આ ઓફિશિયલ છે. શ્રદ્ધા કપૂર ઈચ્છાધારી નાગિનનો રોલ કરવાની છે. ફિલ્મનું ટાઈટલ હાલ પૂરતું નાગિન રાખવામાં આવ્યું છે. જેને વિશાલ ફૂરિયા ડિરેક્ટ કરશે જ્યારે નિખિલ દ્ધિવેદી પ્રોડ્યૂસ કરશે' 

શ્રદ્ધા કપૂર આ અગાઉ ત્યારે ચર્ચામાં આવી હતી જ્યારે સુશાંતના કેસમાં ડ્રગ એન્ગલથી તપાસ કરી રહેલા NCBએ તેને સમન્સ પાઠવ્યું હતું. ડ્રગ ચેટ વાયરલ થયા બાદ NCBએ 26મી સપ્ટેમ્બરે શ્રદ્ધા કપૂરની પૂછપરછ કરી હતી. 


© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution