વોશ્ગિટંન-

અમેરિકાના ચૂંટાયેલા રાષ્ટ્રપતિ જાે બિડેને શુક્રવારે ભારતીય મૂળના અમેરિકી માલા અડિગાને પોતાના પૉલિસી ડાયરેક્ટર નિયુક્ત કર્યા છે. માલા, બિડેન અને જિલ બિડેન માટે સેવાઓ આપશે કે જે આગામી ફર્સ્ટ લેડી છે. માલા અડિગા જિલ અને બિડેન-કમલા હેરિસ કેમ્પેઈન માટે પહેલેથી જ સીનિયર પૉલિસી એડવાઈઝર તરીકે કામ કરી ચૂક્યા છે. આ પહેલા માલા બિડેન ફાઉન્ડેશનમાં હાયર એજ્યુકેશન અને મિલિટ્રી ફેમિલીઝની ડાયરેક્ટર રહી ચૂક્યા છે.

માલા અડિગા પૂર્વ રાષ્ટ્રપતિ બરાક ઓબામાના પ્રશાસનમાં પણ રહી ચૂક્યા છે. એ વખતે શિક્ષણ અને સંસ્કૃતિ વિભાગના બ્યુરોમાં એકેડમી પ્રોગ્રામ્સના ડેપ્યુટી આસિસટન્ટ સેક્રેટરી હતા. આ ઉપરાંત તેમની પાસે ગ્લોબન વીમેન ઈશ્યુઝ ઑફિસની પણ જવાબદારી હતી. સાથે રાષ્ટ્રીય સુરક્ષા સ્ટાફને માનવાધિકાર સાથે જાેડાયેલા મુદ્દાઓની પણ ડાયરેક્ટર હતા. અડિગા, ઈલિનિયૉસના રહેવાસી છે અને ગ્રીનનેલ કૉલેજથી ગ્રેજ્યુએટ છે. આ ઉપરાંત તેમની પાસે યુનિવર્સિટી ઑફ મિનેસોટા સ્કૂલ ઑફ પલ્બિક હેલ્થ અને શિકાગો લૉ સ્કૂલની પણ ડિગ્રી છે. તે વ્યવસાયે એક વકીલ છે અને શિકાગોની એક લૉ ફર્મમાં ક્લાર્ક તરીકે પણ કામ કરી ચૂક્યા છે.