અમદાવાદ-

રાજ્યમાં વિધાનસભાની ચૂંટણીનો મહાોલ દિવસેને દિવસે ગરમ થઈ રહ્યો છેેે. ત્યારે પરેશ ધાનાણીએ ફરી એક વાર 'ટ્વીટ બૉમ્બ' ફોડ્યો છે. જેને લઈને રાજકારણમાં ગરમાવો વ્યાપી જવા પામ્યો છે. ધાનાણીએ ભાજપમાં જોડાયેલા કૉંગ્રેસના પૂર્વ ધારાસભ્યોને અગાઉ આડકતરી રીતે જયચંદો ગણાવ્યા બાદ હવે નવો વટાણો વેર્યો છે. ધાનાણીએ ટ્વીટર પર લખ્યું છે કે ''ગાંડો હશે તોય હાલશે, પણ ગદ્દાર તો નહીં જ' 


પરેશ ધાનાણીએ પોલિટિકલ કરેક્ટ કાર્ટૂન સાથે એક કેપ્શન ટ્વીટ કરી છે. આ કેપ્શનના કારણે ફરી પક્ષ પલટો કરી ભાજપમાં જનારા નેતાઓ પર નિશાન તાકવામાં આવ્યું છે. રાજ્યના રાજકીય નિષ્ણાતો ધાનાણીના આ સાયબર વૉરને પ્રભાવશાળી નેરેશન ગણાવી રહ્યા છે. જનતાની નજરે આ નેતાઓને 'ગદ્દાર' સાબિત કરાવવા માટે મથી રહેલા વિરોધ પક્ષના નેતા પોતાના ટ્વીટર પર એક પછી એક હુમલા કરી રહ્યા છે. હજુ થોડા દિવસો પહેલાં જ ધાનાણીએ આવું જ એક ટ્વીટ કર્યુ હતું જેમાં જયચંદો અને ગદ્દારો જેવા વિશેષણોને ટાંકવામાં આવ્યા હતા. 

ધાનાણીએ અગાઉ કરેલા ટ્વીટરમાં લખ્યું હતું કે 'કોંગ્રેસ તરફથી વિપક્ષ નેતા પરેશ ધાનાણી ટ્વિટરના માધ્યમથી #ગદ્દાર જયચંદ જવાબ આપોના હેસ ટેગ સાથે “ સમગ્ર ગુજરાતનો સળગતો સવાલ “ વફાદારો બધા ફરે છે ‘ વાઝિંયા ‘ અને ગદ્દારોને ઘરે જ પારણું કેમ બંધાણુ ? , કાળાઘન ના કોથળે કોણ કોણ તોલાણું ? રૂ 16-16 કરોડમાં કોણ કોણ વેચાયુ ?

સોશિયલ મિડીયામાં પણ કોંગ્રેસ પક્ષ છોડનાર અને વર્તમાન ભાજપના ઉમેદવાર વિરૂદ્ધ પ્રજા આપશે વિશ્વાસઘાત નો જવાબ. ધારાસભ્ય કેટલાકમાં વેચાયાની પોસ્ટ વાયરલ થઇ છે . બ્રિજેશ મેરજા , અક્ષય પટેલ , પદ્મુમનસિહ જાડેજા , જે વી કાકડિયા અને જીતુભાઇ ચૌધરી વિરુદ્ધ સોશિયલ મિડીયામા કેમ્પેઇન શરૂ કરાયું છે.