લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
29, એપ્રીલ 2026 |
4554
કિંગ ચાર્લ્સ તૃતીયે વ્હાઇટ હાઉસમાં સ્ટેટ ડિનર દરમિયાન ડોનાલ્ડ ટ્રમ્પ પર હળવાશથી કટાક્ષ કર્યો હતો. તેમણે કહ્યું કે જાે બ્રિટિશ ન હોત, તો આજે અમેરિકન લોકો ફ્રેન્ચ બોલી રહ્યા હોત. ચાર્લ્સે કહ્યું-તમે તાજેતરમાં કહ્યું હતું કે જાે અમેરિકા ન હોત, તો યુરોપિયન દેશો જર્મન બોલી રહ્યા હોત. તો હું એ કહેવાની હિંમત કરું છું કે જાે અમે (બ્રિટિશ) ન હોત, તો તમે લોકો ફ્રેન્ચ બોલી રહ્યા હોત. લગભગ ૨૫૦ વર્ષ પહેલાં જ્યારે અમેરિકા આઝાદ નહોતું, ત્યારે બ્રિટન અને ફ્રાન્સ બંને ત્યાં પોતાની પકડ જમાવવા માંગતા હતા. બંને દેશો વચ્ચે આ વાતને લઈને લડાઈ થઈ કે ઉત્તર અમેરિકા પર કોનો કબજાે રહેશે. અંતે આ લડાઈમાં બ્રિટન જીતી ગયું. કિંગ ચાર્લ્સનો ઈશારો આ તરફ હતો. ટ્રમ્પ એ દાવોસ
સમિટમાં યુરોપિયન દેશો પર કટાક્ષ કર્યો હતો
આ પહેલા જાન્યુઆરીમાં દાવોસ સમિટ દરમિયાન ડોનાલ્ડ ટ્રમ્પ એ યુરોપિયન દેશો અને તેમના સહયોગને લઈને એક નિવેદન આપ્યું હતું.ટ્રમ્પ એ કહ્યું હતું કે બીજા વિશ્વ યુદ્ધમાં જાે અમેરિકાએ મોટી ભૂમિકા ન ભજવી હોત, તો આજે યુરોપનો નકશો અને ત્યાંની ભાષા બંને અલગ હોત. તેમના મતે, તે સમયે જર્મની અને જાપાન ખૂબ શક્તિશાળી હતા અને જાે તેમને રોકવામાં ન આવ્યા હોત, તો તેઓ ઘણા દેશો પર કબજાે કરી શક્યા હોત. આ જ સંદર્ભમાં તેમણે કહ્યું કે, જાે અમેરિકા મદદ માટે ન આવ્યું હોત, તો આજે તમે લોકો જર્મન અને થોડું જાપાનીઝ બોલી રહ્યા હોત.