અબાડાસા, રાહુલ ગાંધીની રાજકોટ મુલાકાતને લઇને ગુજરાતના પ્રભારી ડો. રધુ શર્માએ સભા સ્થળની મુલાકાત લીધી હતી. મેધા પાટકરને લઇને તેમણે જણાવ્યું હતું કે ‘ભારત જાેડો યાત્રા’માં લાખો લોકો જાેડાઇ રહ્યા છે. કોઇપણ વ્યક્તિ જાેડાય તો અમે તેને રોકી શકીએ નહીં. ભાજપ મુદ્દો ભટકાવવા માંગે છે. ગુજરાતની જનતા મોંઘવારી અને બેરોજગારીથી પરેશાન છે. ભાજપ બેરોજગારી-મોંઘવારી વિશે વાત નહીં કરે. આમ આદમી પાર્ટીની કથની અને કરણી સામે અણિયારા સવાલો પર પ્રશ્ન પર ગંભીર પ્રશ્નો ઉઠાવતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રવક્તા આલોક શર્માએ તિહાડ જેલમાં બંધ કેજરીવાલની દિલ્હી સરકારના સ્વાસ્થ્ય મંત્રી સત્યેન્દ્ર જૈનના મસાજ કરાવતા વીડિયોને લઈને પણ સવાલો કર્યા હતા. તેમણે કહ્યું, આ વીડિયોથી સાબિત થાય છે કે, આમ આદમી પાર્ટી ભાજપની બી ટીમ છે. જેલમાં તે લોકો એશો-આરામથી રહી રહ્યા છે. કેન્દ્ર સરકારે પણ આ ધ્યાને લેવું જાેઈએ. એક કેદીને જેલમાં ૫ સ્ટાર સુવિધા કેવી રીતી મળી રહી છે. એટલે જ અમે કહી રહ્યા છીએ કે આમ આદમી પાર્ટી ભાજપની બી ટીમ છે. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ ખાતે આયોજિત પ્રેસ વાર્તામાં ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના પ્રવક્તા આલોક શર્માએ આમ આદમી પાર્ટીના કથિત વાયરલ થયેલા વીડિયો સંદર્ભે આમ આદમી પાર્ટી સામે ગંભીર સવાલો ઊભા કર્યા હતા.
Loading ...