સંભલ- 

ઉત્તર પ્રદેશના સંભલ વિસ્તારમાંથી ચૂંટાયેલા સમાજવાદી પક્ષના સાંસદ ડાૅક્ટર શફીકુર્રહેમાને એવું વિધાન કર્યું હતું કે દેશભરના મુસ્લિમો નમાજ પઢતાં રહેશે એટલે કોરોના નષ્ટ થઇ જશે. મુસ્લિમોને નમાજ પઢતાં રોકશો તો ભયંકર પરિણામ આવશે. મુસ્લિમોને નમાજ પઢવા દેશો તો જ દેશ કોરોનાની મહામારીથી બચી શકશે નહીંતર ભયંકર પરિણામ આવશે એેવો દાવો આ સાંસદે કર્યો હતો.  

તેમણે કહ્યું કે અત્યારે દેશના ઘણા વિસ્તારોમાં મુસ્લિમો નમાજ પઢી શકતા નથી. જ્યાં સુધી તમામ મુસ્લિમો નમાજ પઢતા નહીં થાય ત્યાં સુધી કોરોના નષ્ટ નહીં થાય. તેમણે ધમકીના સૂરે કહ્યું કે દેશના મુસ્લિમોને નમાજ પઢતાં કોઇ રોકી શકે નહીં. રોકવાનો પ્રયાસ પણ કરવા જેવો નથી. જ્યાં સુધી દેશના તમામ મુસ્લિમો નમાજ પઢતા નહીં થાય ત્યાં સુધી કોરોના જશે નહીં.

તેમણે કહ્યું કે ઇદ ઉલ જુહાના પવિત્ર દિવસે જિલ્લા વહીવટી તંત્રે જાનવરોની લેવેચ પર મૂકેલો પ્રતિબંધ પણ ગંભીર ભૂલ હતી. સેંકડો વરસોથી જે પરંપરા ચાલતી આવતી હોય એ પરંપરા શરૂ કરનારા કંઇ મૂરખ નહોતા. તમે એ પરંપરાનો ભંગ કરીને પરિસ્થિતિને બગાડી હતી. હજુ પણ સમય છે, તમે દેશભરના મુસ્લિમોને નમાજ પઢવા દો. નમાજની શક્તિથી કોરોના નષ્ટ થઇ જશે