બાર્સેલોના 

બાર્સિલોના સ્પેનિશ સુપર કપ ફાઇનલ મેચમાં વિરોધી ખેલાડી પર હાથ ઉઠાવાના કારણે ફૂટબોલ સુપરસ્ટાર લિયોનેલ મેસ્સીને ભારે પડી શકે છે. સૂત્રોનાં જણાવ્યા મુજબ મેસ્સીએ જાણી જોઈને વિરોધી ખેલાડીને જોખમી રીતે માર માર્યો હતો. આવી સ્થિતિમાં, તેઓ મોટી કાર્યવાહીને પાત્ર બનશે અને તેમના પર 12 મેચ માટે પ્રતિબંધ પણ હોઈ શકે છે.

અંતિમ મેચમાં, બાર્સેલોના અંતિમ ક્ષણોમાં 3-૨થી પાછળ રહી ગઈ હતી અને આથી મેસ્સીએ ઉગ્રતાથી ખેલાડી સામે હાથ ઉંચો કર્યો હતો. આ સમયે મેચ રેફરીએ તેને રેડ કાર્ડ બતાવીને તરત જ તેને ગ્રાઉન્ડની બહાર કાઢી મૂક્યો હતો. પરંતુ આ પછી પણ મેસ્સી પર વધુ કાર્યવાહી થઇ શકે છે.સોશિયલ મીડિયા પર ફૂટબોલના ચાહકોએ પણ આ વર્તન બદલ મેસ્સી પર કટાક્ષ કર્યો હતો.

 ખરેખર, મેસ્સી છેલ્લા 17 વર્ષથી બાર્સિલોના ક્લબ સાથે રમી રહ્યો છે. તે 2004 માં આ ક્લબ સાથે સંકળાયેલ હતો. પરંતુ આજ સુધી તેને ક્યારેય રેડ કાર્ડ મળ્યું નથી. સ્પેનિશ સુપર કપની ફાઇનલમાં રેડ કાર્ડ મેસ્સીની ક્લબ કારકીર્દિનું પ્રથમ રેડ કાર્ડ હતું. મેસ્સી ખૂબ શાંત ખેલાડી માનવામાં આવે છે પરંતુ આ મેચમાં તેના વર્તનથી તેના ચાહકો પણ આશ્ચર્યચકિત છે. 

આ અઠવાડિયે રોયલ સ્પેનિશ ફૂટબોલ ફેડરેશનની ટૂર્નામેન્ટ કમિટીની બેઠક મળશે. જેમાં મેસ્સી પર સંભવિત કાર્યવાહી અંગે ચર્ચા કરવામાં આવશે. મેચનો વીડિયો ફૂટેજ જોવામાં આવશે અને રેફરી પાસેથી રિપોર્ટ પણ લેવામાં આવશે. જો મેસ્સી દોષી સાબિત થાય છે, તો તેને લા લિગા અને કોપા ડેલ રે મેચમાંથી પણ હાંકી  કાઢવામાં આવશે અને 12 મેચની પ્રતિબંધનો સામનો કરવો પડશે.