13, એપ્રીલ 2025
297 |
તિરુવનંતપુરમ,સુપ્રીમ કોર્ટે તેના તાજેતરના ર્નિણયમાં રાષ્ટ્રપતિને ત્રણ મહિનાની અંદર બિલ પર ર્નિણય લેવાની સલાહ આપી છે. સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે જાે રાષ્ટ્રપતિ ત્રણ મહિનાની સમય મર્યાદામાં ર્નિણય નહીં લે તો તેમણે તેના માટે માન્ય કારણ આપવું પડશે. સુપ્રીમ કોર્ટના ર્નિણયને કારણે, રાજ્યપાલ પણ બિલને અનિશ્ચિત સમય માટે પેન્ડિંગ રાખી શકશે નહીં. સુપ્રીમ કોર્ટના આ ર્નિણય પર કેરળના રાજ્યપાલ રાજેન્દ્ર આર્લેકરે તીવ્ર પ્રતિક્રિયા આપી છે. તેમણે કહ્યું કે જાે સુપ્રીમ કોર્ટ બંધારણમાં સુધારો કરવાનું કામ પણ કરશે તો સંસદ અને વિધાનસભાઓ શા માટે છે?કેરળના રાજ્યપાલના આ નિવેદન પર રાજકારણ ગરમાયું છે અને કોંગ્રેસ અને કેરળના શાસક પક્ષ સીપીઆઈ(એમ) એ રાજ્યપાલની ટીકા કરી છે. સીપીઆઈએમના મહાસચિવ એમએ બેબીએ રાજ્યપાલના નિવેદનને અયોગ્ય ગણાવ્યું અને કોંગ્રેસના મહાસચિવ કેસી વેણુગોપાલે આર્લેકરના નિવેદનને દુર્ભાગ્યપૂર્ણ ગણાવ્યું. કોઝિકોડમાં એક કાર્યક્રમમાં બોલતા, કેસી વેણુગોપાલે કહ્યું કે રાજ્યપાલ સુપ્રીમ કોર્ટના ર્નિણયની ટીકા કરી રહ્યા છે કારણ કે તેમને ડર હતો કે ભાજપનો એજન્ડા હવે ખુલ્લો પડી જશે. તેમણે કહ્યું કે, દુર્ભાગ્યપૂર્ણ છે કે કેરળના રાજ્યપાલ સુપ્રીમ કોર્ટના ર્નિણયની વિરુદ્ધ છે.