04, ડિસેમ્બર 2020
495 |
દિલ્હી-
પશ્ચિમ બંગાળ મુખ્યમંત્રી મમતા બેનર્જીએ કેન્દ્ર સરકારને ધમકી આપી છે કે જો નવા ખેડૂત વિરોધી કાયદા પાછા નહીં ખેંચવામાં આવે તો તેઓ દેશવ્યાપી વિરોધ અને આંદોલન કરશે. તૃણમૂલ કોંગ્રેસના પ્રમુખે કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકાર પર જોરદાર પ્રહાર કર્યા હતા અને તેના વિશે અનેક ટ્વીટ્સ કરી હતી. તેમણે લખ્યું કે, "હું ખેડૂતો, તેમના જીવન અને તેમની આજીવિકા વિશે ખૂબ જ ચિંતિત છું.
ભારત સરકારે ખેડૂત વિરોધી કાયદો પાછો ખેંચવો જોઈએ. જો તેઓ તાત્કાલિક આમ નહીં કરે તો અમે રાજ્ય અને દેશભરમાં વિરોધ પ્રદર્શન કરીશું. અમે શરૂઆતથી આ ખેડૂત વિરોધી બિલનો વિરોધ કરી રહ્યા છીએ."
મુખ્ય પ્રધાન બેનર્જીએ કહ્યું, "અમે શુક્રવાર, ચાર ડિસેમ્બરે ઓલ ઈન્ડિયા તૃણમૂલ કોંગ્રેસની બેઠક બોલાવી છે, અમે આવશ્યક ચીજોનો કાયદો સામાન્ય લોકોને કેવી અસર કરી રહ્યો છે અને ફુગાવો કેટલો ચાલી રહ્યો છે તેની ચર્ચા કરીશું. કેન્દ્ર સરકાર આ લોકવિરોધી કાયદો પાછો ખેંચવો જોઈએ. "