લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
22, માર્ચ 2026 |
2772
વોશિંગટન :અમેરિકા-ઈઝરાયલ અને ઈરાન વચ્ચે ચાલી રહેલા યુદ્ધના ત્રણ સપ્તાહ પૂરા થઈ ગયા છે. તેવામાં અમેરિકાએ ઈરાનને ચેતવણી આપી છે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે રવિવારે ચેતવણી આપતા કહ્યું કે ૪૮ કલાકની અંદર હોર્મુઝ જલડમરૂમધ્ય ન ખોલ્યું તો અમેરિકા તેના પાવર પ્લાન્ટ પર હુમલો કરી તબાહ કરી દેશે. અમેરિકાએ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે તે તેની શરૂઆત સૌથી મોટા પાવર પ્લાન્ટથી કરશે.
ટ્રૂથ સોશિયલ પર એક પોસ્ટમાં ટ્રમ્પે ઈરાનને તે જરૂરી રસ્તો ખોલવાની અપીલ કરી, જેને ઈરાન પર અમેરિકા-ઈઝરાયલના હુમલા અને તેના જવાબમાં ઈરાનના જવાબી હુમલાની શરૂઆત બાદ ઈરાની સેનાએ સંપૂર્ણ રોકી રાખ્યો છે. ટ્રમ્પે પોસ્ટમાં કહ્યું કે જાે ઈરાન ૪૮ કલાકની અંદર જાે ઈરાન હોર્મુઝ સ્ટ્રેટને ખોલશે નહીં તો અમેરિકા તેના અલગ-અલગ પાવર પ્લાન્ટ પર હુમલો કરી તેને તબાહ કરી દેશે. તેની શરૂઆત સૌથી મોટા પ્લાન્ટથી થશે.
ટ્રમ્પનું નિવેદન તેવા સમયે આવ્યું છે જ્યારે ઈરાને હોર્મુઝ સ્ટ્રેટમાં જહાજરાનીને ધમકાવવાને કારણે તેલની કિંમતો આસમાને પહોંચી રહી છે. રિપબ્લિકન રાષ્ટ્રપતિએ શુક્રવારે સંકેત આપ્યો કે અમેરિકા હોર્મુઝ સ્ટ્રેટને સ્થિર કર્યા વગર પણ ચાલી રહેલા આ સંઘર્ષથી પીછેહડ કરી શકે છે. આ તે જળમાર્ગ છે જેનાથી દુનિયાનો લગભગ પાંચમાં હિસ્સાની તેલ સપ્લાય થાય છે.
હોર્મુઝ સ્ટ્રેટની સુરક્ષા અને સર્વેલાન્સ જરૂર પડવા પર તે બીજા દેશોએ કરવી પડશે જે તેનો ઉપયોગ કરે છે, અમેરિકા નહીં. આ વચ્ચે ટ્રમ્પ સરકારે તાજેતરમાં જાહેરાત કરી કે તે ઈરાની તેલ પર લાગેલા પ્રતિબંધોને અસ્થાયી રૂપથી હટાવી રહ્યાં છે. આ તે તેલ પર લાગૂ થશે જે શુક્રવાર સુધી જહાજાેમાં ભરાઈ ગયું છે.
ડિએગો ગાર્સિયા પર હુમલા બાદ બ્રિટન પણ યુદ્ધમાં ઝંપલાવશે?
મિડલ ઈસ્ટમાં ભીષણ સંઘર્ષ વચ્ચે બ્રિટને અરબી સમુદ્રમાં પોતાની શક્તિશાળી ન્યૂક્લિયર પાવર્ડ સબમરીન એચએમએસ એન્સન તૈનાત કરી છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આ સબમરીન અત્યંત ઘાતક ટોમાહોક ક્રૂઝ મિસાઈલથી સજ્જ છે. જાે પ્રાદેશિક સંઘર્ષ વધુ વકરે તો બ્રિટન આ સબમરીન દ્વારા સીધું જ ઈરાન પર હુમલો કરવાની ક્ષમતા ધરાવે છે. શનિવારે ઈરાને આશરે ૪,૦૦૦ કિલોમીટર દૂર આવેલા ડિએગો ગાર્સિયા (હિંદ મહાસાગરમાં અમેરિકા-બ્રિટનનું સંયુક્ત સૈન્ય મથક) પર બે મિસાઈલ છોડીને દુનિયાને ચોંકાવી દીધી છે. જાેકે, આ હુમલામાં કોઈ જાનહાનિ થઈ નથી.
ટ્રમ્પના અલ્ટિમેટમ બાદ હવે જી૭ દેશોની ઈરાનને છેલ્લી ચેતવણી
ઈરાન અને ઈઝરાયલ વચ્ચે ચાલી રહેલા યુદ્ધે હવે વૈશ્વિક સ્તરે ગંભીર સ્વરૂપ ધારણ કર્યું છે. વિશ્વની સાત સૌથી મોટી અર્થવ્યવસ્થાઓ (જી૭) અને યુરોપિયન યુનિયન (ઇયુ)એ એક સંયુક્ત નિવેદન જાહેર કરીને નાગરિક અને ઉર્જા માળખા પર ઈરાન દ્વારા કરવામાં આવેલા હુમલાઓની સખત શબ્દોમાં નિંદા કરી છે. અમેરિકના પ્રમુખ ટ્રમ્પના કડક વલણ બાદ હવે જી૭ દેશોએ લશ્કરી અને રાજદ્વારી પ્રતિભાવની તૈયારીઓ તેજ કરી દીધી છે. અહેવાલો અનુસાર, વૈશ્વિક ઉર્જા સુરક્ષાને જાેખમમાં મૂકતા હોર્મુઝ સ્ટ્રેટ પરના સંકટને પહોંચી વળવા જી૭ દેશોએ એક સ્પેશિયલ વર્કિંગ ગ્રુપની રચના કરી છે. આ જૂથ મિડલ ઈસ્ટના દરિયાઈ માર્ગો પર વેપારી જહાજાેને લશ્કરી સુરક્ષા પૂરી પાડવા માટેના વિકલ્પોની તપાસ કરી રહ્યું છે. સભ્ય દેશોએ સ્પષ્ટ કર્યું છે કે વૈશ્વિક ઓઇલ પુરવઠાને અટકાવવાના પ્રયાસ સામે તેઓ જરૂરી પગલાં લેશે.