ચૂંટણીમાં વિશ્વાસ તૂટ્યો તો મારા ઘરના દરવાજા બંધ થશે : બારડ
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
23, એપ્રીલ 2026  |   2574

રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણીને લઇને રાજકીય ગતિવિધિઓ તેજ બની છે. ત્યારે મતદારોને પોતાના પક્ષ તરફ આકર્ષિત કરવા યેનકેન પ્રકારના પ્રયાસો રાજનેતાઓ દ્વારા કરવામાં આવી રહ્યા છે. ત્યારે ગિર સોમનાથ જિલ્લાના તાલાલાના ધારાસભ્ય ભગવાન બારડે એક જાહેર સભામાં જણાવ્યું હતું કે, સમાજ અને નેતૃત્વ વચ્ચેનો ભરોસો સૌથી મહત્વપૂર્ણ છે. જાે આ વિશ્વાસ તૂટશે, તો સંબંધોમાં દૂરી આવી શકે. જાેકે ભગવાન બારડના આ નિવેદનથી રાજકીય ગરમાવો આવ્યો છે. ગીર સોમનાથ જિલ્લાના સ્થાનિક રાજકારણમાં તાલાલાના ધારાસભ્ય ભગવાન બારડના એક નિવેદનથી સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણીમાં રાજકીય માહોલ ગરમાયો છે. આ અંગે પ્રાપ્ત વિગતો અનુસાર સૂત્રાપાડા નજીક ગોરખમઢીમાં યોજાયેલી ભાજપની સભા દરમિયાન તાલાલાના ભાજપના ધારાસભ્ય ભગવાન બારડે મતદાતાઓને સ્પષ્ટ શબ્દોમાં સંદેશો આપ્યો હતો કે, મતદાન સમયે વિશ્વાસ જાળવવો ખૂબ જરૂરી છે. ધારાસભ્ય ભગવાન બારડે સભા દરમિયાન જણાવ્યું હતું કે, સમાજ અને નેતૃત્વ વચ્ચેનો ભરોસો સૌથી મહત્વપૂર્ણ છે. જાે આ વિશ્વાસ તૂટશે, તો સંબંધોમાં દૂરી આવી શકે છે. તેમના નિવેદનનો સાર એવો હતો કે, મતદાન સમયે કોઈ ગેરસમજ અથવા “ભૂલ” ન થવી જાેઈએ, કારણ કે તે વિશ્વાસને અસર કરી શકે છે. તેમણે એમ પણ જણાવ્યું હતું કે, તેઓ સમાજના સમર્થન પર આધાર રાખીને રાજકીય ર્નિણય લે છે, તેથી આ સંબંધ મજબૂત રહેવું જરૂરી છે. આ સાથે તેમણે આહીર સમાજના લોકોને મતદાનમાં ભૂલ ન કરવા કહ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે, તમે વિશ્વાસ તોડ્યો તો મારા ઘરના દરવાજા તમારા માટે બંધ થઇ જશે. ભરોસો તોડનાર વ્યક્તિને હું નહીં સ્વીકારું, અમે તમારા વતી કોઈકને ભરોસો આપીને બેઠા છીએ એટલે તમારો અને મારો વિશ્વાસ ન તૂટે એનું ધ્યાન રાખજાે.


© 2026. All rights reserved by Inkpot Publications Private Limited.
This website follows the DNPA Code of Ethics
Design & Develop By:
Dalia Web & Soft Solution