લોકસત્તા ડેસ્ક

ઉનાળામાં પરસેવા અને ધૂળના કારણે ડેન્ડ્રફ, સ્પ્લિટ એન્ડ્સ, ફ્રિઝિનેસ અને વધુ પડતો હેર ફોલ જેવા ઘણાં બધા હેર પ્રોબ્લેમ્સ વધી જતાં હોય છે. બહાર ફરવા જાવ ત્યારે તમારા વાળ પ્રત્યે વધારે કાળજી લેવવાની જરૂર પડતી હોય છે.

ઉનાળામાં તમે જ્યારે પણ ઘરની બહાર જાઓ માથું ઢાંકીને જ નીકળવું. આવું કરવાથી સૂર્યની કિરણોથી તમારા વાળનું રક્ષણ થશે. સાથે પ્રદૂષણથી પણ રક્ષણ થશે.

આ સિઝનમાં મોટાભાગના લોકો પરસેવો થવાને કારણે વધુ પ્રમાણમાં શેમ્પૂ કરવા લાગે છે. જેનાથી વાળ ખરાબ થાય છે. જેથી સપ્તાહમાં બે જ વાર અથવા ત્રણવાર શેમ્પૂ કરવું.

ઉનાળામાં ડેન્ડ્રફ ચોંટી જાય છે. જેના કારણે વાળ વધુ ખરે છે અને નુકસાન થાય છે. તેને દૂર કરવા માટે લીંબુ બેસ્ટ છે. તેના માટે લીંબુનો રસ કાઢી તેમાં પાણી અથવા કોકોનટ ઓઈલ મિક્સ કરી લગાવી લો અને અડધાં કલાક બાદ હેર વોશ કરી લો.

ઉનાળામાં વાળ શુષ્ક થઈ જાય છે. જેથી આ સિઝનમાં કંડીશન લગાવવાથી વાળને સુરક્ષા પણ મળે છે અને વાળ સારાં પણ રહે છે. વાળની ચમક જળવાઈ રહે છે. તમે ઉનાળામાં વાળમાં દહીં લગાવીને પણ નેચરલ કંડીશનિંગ કરી શકો છો.

ઉનાળામાં મોટાભાગના લોકો વાળમાં તેલ લગાવવાનું ટાળે છે. પરંતુ આવી ભૂલ કરવી નહીં,વાળને પોષણ મળે તે માટે તેલ લગાવવું જરૂરી છે. હમેશા વાળમાં નવશેકું હેર ઓઈલ લગાવી પાંચ મિનિટ મસાજ કરવું. તેનાથી વાળ હેલ્ધી અને મજબૂત થશે.