લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
24, એપ્રીલ 2026 |
2277
ચાર દિવસ પૂર્વ આણંદના સાંસદ નું ગ્રાન્ટ ફાળવણી પર વિવાદિત નિવેદન બાદ મહુધાના ધારાસભ્ય અને રાજ્યમંત્રી દ્વારા જાે ભાજપને મત આપશો અને જીતાડશો તો ગ્રામ પંચાયત ભવન નું નિર્માણ તથા ૨૧ લાખ ગ્રાન્ટ ફાળવાશે નહીં તો ભૂલી જવાનું નું વિવાદિત નિવેદન કરતાં મામલો ગરમાવા પામ્યા નું જાણવા મળેલ છે. શુ ચૂંટણી પંચ પગલાં લેશે કે જેની સરકાર એની દરકાર થી કુલડીમાં ગોળ ભંગાશે ના સવાલ ઉઠવા પામ્યા નું જાણવા મળેલ છે.પ્રાપ્ત વિગત અનુસાર સત્તા પક્ષ દ્વારા યેનકેન પ્રકારે પણ સત્તા હસ્તે કરવા વિવિધ હથકંડા અપનાવવામાં આવતાં હોય અને ચૂંટાયેલા પ્રતિનિધિઓ બેફામ વાણી વિલાસ કરી ધાકધમકી નું વાતાવરણ ઉભું કરી મતદારો પર હાવી થવાના પ્રયાસ કરતાં હોય ચાર દિવસ પૂર્વ આણંદના સાંસદ મિતેષ પટેલે ગ્રાન્ટ ફાળવણી ના મુદ્દે વિવાદિત નિવેદન કર્યાબાદ વધુ એક ભાજપ નેતા મહુધાના ધારાસભ્ય અને રાજ્યમંત્રી સંજયસિંહ મહિડાએ સ્વરાજકીય સંસ્થા ના ચૂંટણી પ્રચાર દરમ્યાન તેમના ગ્રામ્ય વિસ્તારમાં પ્રચાર સમયે વાણી વિલાસ કરતાં હોય તેમ જાે ભાજપને મત આપશો અને જીતાડશો તો ગ્રામ પંચાયત ભવન નિર્માણ તથા ૨૧ લાખની ગ્રાન્ટ ફાળવણી કરવામાં આવશે નહીં તો ભૂલી જવાનું નું વિવાદિત નિવેદન કરતાં મામલો ચર્ચાની એરણે ચઢવા પામતાં રાજકારણ ગરમાતા શું ચૂંટણી આયોગ આ મુદ્દે પગલાં લેશે કે જેની સરકાર એની દરકાર થી કુલડીમાં ગોળ ભંગાશે ના સવાલ ઉઠવા પામ્યા નું જાણવા મળેલ છે.