આપણાં સ્વાસ્થ્ય માટે ઘણી એવી સામાન્ય વસ્તુઓ ખૂબ જ લાભકારી હોય છે જેના વિશે આપણને ખબર જ નથી હોતી. એવી જ એક મેજિકલ અને ફાયદાકારક વસ્તુ છે જીરું. જીરામાં રહેલાં એન્ટીઓક્સીડેન્ટ્સ અને અન્ય ન્યૂટ્રિઅન્ટ્સ બોડી માટે અનેક રીતે ફાયદાકારક હોય છે અને ઘણી સ્વાસ્થ્ય સમસ્યાઓથી પણ બચાવે છે. રોજ સવારે ખાલી પેટ જીરાનું પાણી પીવાથી ઘણી સ્વાસ્થ્ય સમસ્યાઓ દૂર થઈ જાય છે. તો ચાલો જાણી લો લાભ.

જીરાનું પાણી બનાવવાની રીત

રોજ રાતે 1 ગ્લાસ પાણીમાં 1 ચમચી જીરું પલાળી દો. સવારે આ પાણીને ઉકાળી નવશેકું રહે એટલે ગાળીને પીવો.

હાર્ટ પ્રોબ્લેમમાં: 

રોજ જીરાનું પાણી પીવાથી બોડીમાં બેડ કોલેસ્ટ્રોલનું લેવલ ઘટે છે અને હાર્ટ પ્રોબ્લેમ સામે રક્ષણ મળે છે.

આયર્નનો બેસ્ટ સોર્સ:

જીરામાં આમ તો અનેક ન્યૂટ્રિઅન્ટ્સ રહેલાં છે પરંતુ તે આયર્નનો ખૂબ જ સારો સોર્સ માનવામાં આવે છે. રોજ જીરાનું પાણ પીવાથી શરીરમાં આયર્નની કમી દૂર થાય છે. શરીરમાં હીમોગ્લોબિનની કમી રહેતી હોય તો રોજ જીરાનું પાણી પીવો.

પેટના રોગો માટે વરદાન: 

જો તમે રોજ સવારે જીરાનું પાણી પીઓ છો તો તમને પેટ સંબંધી રોગો હેરાન કરશે નહીં. જીરું એસિડિટી, બ્લોટિંગ અને અપચાની તકલીફ માટે રામબાણ ઈલાજ છે.

પ્રેગ્નેન્સીમાં:

જે મહિલાઓને પ્રેગ્નેન્સી દરમિયાન ગેસ, અપચો અને બ્લોટિંગની સમસ્યા રહેતી હોય છે તેમના માટે પણ જીરાનું પાણી ખૂબ જ ફાયદાકારક છે.

ઈમ્યૂનિટી:

જીરામાં આયર્ન અને ડાયટરી ફાયબર હોય છે. જેથી રોજ તેનું સેવન કરવાથી ઈમ્યૂન સિસ્ટમ સ્ટ્રોન્ગ થાય છે અને રોગો સામે લડવાની શક્તિ વધે છે.

એનર્જી વધારે છે:

રોજ જીરાના પાણીનું સેવન કરવાથી એનર્જી બૂસ્ટ થાય છે. તેમાં ભરપૂર ન્યૂટ્રિઅન્ટ્સ હોવાથી તે બોડીને આખો દિવસ એનર્જેટિક રાખવામાં મદદ કરે છે.

પીરિયડ્સ:

જે છોકરીઓને પીરિયડ્સ સમયે પેટમાં સખત દુખાવો થતો હોય તેમના માટે જીરાનું પાણી ખૂબ જ ફાયદાકારક છે. જીરામાં એન્ટીઈન્ફ્લામેટરી પ્રોપર્ટી હોય છે. જે દુખાવાને દૂર કરે છે.

ડાયાબિટીસ:

ડાયાબિટીસના દર્દીઓ પણ જીરાના પાણીનું સેવન રોજ કરી શકે છે. તે બોડીમાં બ્લડ શુગર લેવલને કંટ્રોલમાં રાખે છે. જેથી ડાયાબિટીસને કંટ્રોલ કરવા માટે રોજ જીરાનું પાણી સવારે પીવું જોઈએ.

આ રીતે પણ કરી શકો જીરાનું સેવન

જીરાના પાણીમાં પસંદગીના શાક મિક્સ કરી ઉકાળી સૂપ જેવું બનાવીને પણ પી શકો છો. ભાત બનાવતી વખતે તેમાં જીરાનું પાણી મિક્સ કરી દો. આનાથી તેનો ટેસ્ટ સારો થશે અને ડાઈજેશન પણ સારું રહેશે. છાશમાં જીરાનું પાણી મિક્સ કરી પીવાથી ગરમીને કારણે થતી પેટની તકલીફોમાં બહુ જ આરામ મળે છે.