વડોદરા

વડોદરા મહાનગર પાલિકા દ્વારા છેલ્લા કેટલાક દિવસોથી શરુ કરાયેલ દબાણ હટાવો અભિયાન કોરોનાની મહામારીમાં પણ જારી રાખવામાં આવ્યું છે. આ કામગીરીના ભાગરૂપે પાલિકા હસ્તકની દબાણ શાખાએ શહેરની સમા કેનાલ પરના ગેરકાયદેસર દબાણોને દૂર કરી દેવામાં આવ્યા છે. પાલિકાની આ કામગીરીને લઈને અનેક ગરીબ પરિવારો અને એમના માસુમ સંતાનો કડકડતી ઠંડીમાં ઘરવિહોણા બની ગયા છે. શહેરના સામા સાવલી માર્ગ પર આવેલ કેનાલની બંને તરફ પાલિકા દ્વારા માર્ગ બનાવવાની કામગીરી કરાઈ રહી છે. આ કામગીરીમમાં નડતરરૂપ એવા કેનાલની પણ પર બંધાયેલા કાચા ઝુંપડાઓને પાલિકાની દબાણ શાખાની ટુકડીના કાફલા દ્વારા જેસીબી લઇ જઈને દૂર કરી દેવામાં આવ્યા હતા. પાલિકાના તંત્રની જોહુક્મીને લઈને ગરીબ પરિવારોમાં આક્રોશ ફેલાયો હતો. તેમજ આ કાર્યવાહીનો ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો હતો. પાલિકાની દબાણ શાખાની ટુકડી દ્વારા કોઈપણ પ્રકારની દબાણ હટાવવાની તક આપ્યા વિના એને દૂર કરી જેસીબીના જોરે દૂર કરી દેવાયાના આક્ષેપો થઇ રહયા છે.