મુંબઇ-

બોલિવૂડ એક્ટર સુશાંત સિંહ રાજપૂતે ૩૪ વર્ષની નાની ઉંમરે દુનિયાને અલવિદા કહી દેતા પ્રશંસકોને ખુબ મોટો ફટકો લાગ્યો છે. અભિનેતાના મૃત્યુ અંગે ઘણા સવાલો ઉભા થયા હતા. અભિનેતાના મૃત્યુ પછી રોજ નવી નવી બાબતો ખુલ્લેઆમ સામે આવી રહી છે.

સુશાંતના પિતા કે.કે.સિંઘે તેની ગર્લફ્રેન્ડ રિયા ચક્રવર્તી વિરુદ્ધ એફઆઈઆર નોંધાવી છે અને ખૂબ ગંભીર આરોપો પણ લગાવ્યા છે. બિહાર પોલીસ આ મામલે તપાસ કરી રહી છે, પરંતુ આ દરમિયાન સુશાંતની બહેન શ્વેતા સિંહ કીર્તિએ એક પોસ્ટ દ્વારા સોશિયલ મીડિયા પર ન્યાય માટે વડા પ્રધાન નરેન્દ્ર મોદીનો સંપર્ક કર્યો છે. સુશાંતની બહેને તેના ભાઈને ન્યાય મળે તે માટે અપીલ કરી છે.

હવે સુશાંતની બહેન શ્વેતા સિંહ કીર્તિએ પોતાના ટિ્‌વટર એકાઉન્ટ પર એક જાહેર ટિ્‌વટ કરીને ઁસ્ નરેન્દ્ર મોદી સાથે તેના મનની વાત કરી છે. શ્વેતાએ ઁસ્ મોદીને ટ્‌વીટ કરીને લખ્યું કે, ‘હું સુશાંત સિંહ રાજપૂતની બહેન છું અને હું સમગ્ર મામલાની તાકીદે તપાસની વિનંતી કરું છું. અમે ભારતની ન્યાયિક પ્રણાલીમાં વિશ્વાસ રાખીએ છીએ અને કોઈપણ કિંમતે ન્યાયની અપેક્ષા રાખીએ છીએ.

મારા ભાઇનો કોઇ ગોડફાધર ન હતો. તે ખુબજ સાધારણ પરિવારથી આવતો હતો. તેણે ફિલ્મોમાં ખુબજ મહેનત કરી હતી. સુશાંતના મામલે સત્ય બહાર આવવું જ જાેઇએ. મને ડર છે કે જાે ટુંક સમયમાં કોઇ કાર્યવાહી નહી થાય તો સબુત સાથે ચેડા કરવામાં આવશે.