કેરલ-

રાજ્યના કસારગોડમાં ભારે વરસાદનો માહોલ છે. ચેરાંગી દરિયાકાંઠામાં ભાયાનક દ્રશ્યો સર્જાયા છે. ભારે વરસાદ અને વાવાઝોડાને પગલે બે માળનું બિલ્ડિંગ ધરાશાયી થયું હતું. મૂળ કાસારગોડનો વતની મુસાનું આ મકાન દરિયામાં તૂટી પડ્યું હતું. આ ઘટનામાં કોઈ જાનહાનિ નોંધાઇ નથી. આ દુર્ધટનાને પગલે મકાનમાં રહેતા પરિવારને બહાર કાઢવામાં આવ્યો હતો. બન્ને પરિવારોને તેમના સંબંધીઓના ઘરે સ્થળાંતર કરવામાં આવ્યા છે. ચેરાંગાળ વિસ્તારમાં ઘણા મકાનો જોખમમાં છે. સૈન્યની 35 સભ્યોની ટીમને આપત્તિ રાહત માટે તૈનાત કરવામાં આવી છે. કસારગોડ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આ અંગે માહિતી આપવામાં આવી હતી. આ સાથે લોકોએ જાગ્રત રહેવા માટે અપીલ પણ કરી છે.