ગાંધીનગર-

ગુજરાતના મુખ્યમંત્રી વિજયરૂ પાણીએ શનિવારે પોતાવા પદ પરથી રાજીનામું આપતા રાજકિય સમીકરણો બદલાયા છે. આ નવા રાજકિય સમીકરણો વચ્ચે રવિવારે ભાજપના ધારાસભ્યદળની બેઠક યોજાશે. જેમાં ગુજરાતના નવા મુખ્યપ્રમંત્રીના નામની જાહેરાત થઇ શકે છે. જોકે આજના દિવસે બેઠકોનો ધમધમાટશરૂ થયો છે. ગુજરાતના મુખ્યમંત્રીની વરણી કરવા માટે ભાજપ દ્વારા કેન્દ્રીય નિરીક્ષકોની વરણી કરવામાં આવી છે. ભાજપે બે નિરીક્ષકની નિમણુંક કરી છે. જેમાં કેન્દ્રિય મંત્રી નરેન્દ્રસિંહ તોમર અને પ્રહલાદ જોશીની નિરિક્ષક તરીકે નિમણુંક કરવામાં આવી છે. આ બંને નેતાઓ આજે અમદાવાદ આવી પહોંચ્યા હતા. આ બંને નેતાઓની ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલના નિવાસ સ્થાને બેઠકોનો દૌર શરૂ થયો છે. આજે બપોરે મળનારી ધારાસભ્યોની બેઠકમાં બંને નિરિક્ષકો હાજરી આપશે. આજે બપોરે 2:00 વાગ્યા બાદ મળનારી બેઠકમાં બંને નિરિક્ષકોની હાજરીમાં નવા મુખ્યમંત્રીના નામની જાહેરાત કરવામાં આવશે. 

વિજય રૂપાણીના રાજીનામા બાદ આજે બપોરે 3 વાગ્યા આસપાસ ધારાસભ્ય દળની બેઠક મળશે. જેમાં ગુજરાતના નવા મુખ્યપ્રધાનના નામની જાહેરાત થઇ શકે છે. હવે જો વાત હોય નવા મુખ્યપ્રધાનની પસંદગીની તો એક તરફ પાટીદાર સીએમ થવાની વાત છેલ્લા છ મહિનાથી ચાલી રહી છે. કદાચ ગુજરાતના સીએમ પદે પાટીદાર નેતા આવી શકે છે. હાલ ગાંધીનગરમાંથી ચાર નામ ચર્ચામાં છે. તેમાં સૌપ્રથમ ડેપ્યુટી સીએમ નીતિન પટેલનું નામ છે. કારણ કે તે પાટીદાર નેતા છે, અને તેમની રાજ્યના પાટીદાર સમાજ પર સારી પક્ડ છે. તેમજ તેઓ વહીવટી કામકાજમાં નિપુણ છે.બીજુ નામ મનસુખ માંડવિયાનું નામ ચાલી રહ્યું છે. તાજેતરમાં જ મનસુખ માંડવિયાને પ્રમોશન આપીને કેન્દ્રિય આરોગ્યપ્રધાન બનાવ્યા હતા. ત્રીજુ નામ પરષોત્તમ રૂપાલાનું ચર્ચામાં છે. રૂપાલા વરિષ્ઠ નેતા છે, તેઓ ગુજરાતને ખૂબ સારી રીતે જાણે છે, અને પાટીદાર નેતા પણ છે, ચોથું નામ ગોરધન ઝડફિયાનું ચર્ચામાં છે. ગોરધનભાઈ સી આર પાટીલની ગુડ બુકમાં છે. ત્યારે હવે ગુજરાતના મુખ્યપ્રધાન પદના પસંદગીનો કળશ કોના માથે ઢોળાય છે તે જોવું રહ્યું.