CM રૂપાણીની તબિયતમા સુઘારો, જાણો કયારે હોસ્પિટલ માંથી ડીસ્ચાર્જ થશે ?

ગાંધીનગર-

ગુજરાત રાજયના મુખ્યપ્રધાન વિજયરૂપાણીનો કોરોના રીપોર્ટ હાલમાં જ પોઝિટીવ આવ્યો હતો તે બાદ તેઓને અમદાવાદની યુ એન મહેતા હોસ્પિટલ ખોત દાખલ કરવામા આવ્યા હતા અને તેઓની સારવાર કરવામા આવી રહી હતી તે દરમ્યાન જ હવે આજ રોજ સામે આવતા અહેવાલો અનુસાર સીએમ રૂપાણીને આજ રોજ હોસ્પિટલમાંથી ડીસ્ચાર્જ કરવામાં આવી શકે છે. તેઓના તમામ રીપોર્ટ આજે નોર્મલ આવી ગયા છે. અને આજે સાંજ સુધીમાં તેઓ હેાસ્પઇટલમાંથી ડીસ્ચાર્જ કરાઈ શકે છે. યુ એન મહેતાના સત્તાધીશો દ્વારા છેલ્લા ત્રણ દીવસથી હેલ્થ બુલેટીન બંધ કરી દેવાયુ છે પરંતુ આજ રોજ બહાર આવતી માહીતી અનુસાર સીએમ રૂપાણીના તમામ રીપોર્ટ નોર્મલ આવ્યા છે. એચઆરટીસી, સીટી સ્કેન, સુગર બધુ જ નોર્મલ આવી રહ્યો છે. તેઓને કોરોનાના રેમડીસીવર ઈન્જેકશનનો કોર્ષ હતો તે પણ પૂર્ણ થઈ ગયો છે. હવે તેમની સારવાર કરતી ટીમે વિજયભાઈને આજે ડીસ્ચાર્જ કરવાનું સુચન કર્યુ છે અને તે બાદ સીએમ દ્વારા નિર્ણય લેવાયો તો આજે સાંજ સુધીમાં મુખ્ય પ્રધાન ડીસ્ચાર્જ લઈ અને ઘરે જઈ શકે છે. જો કે, તેઓ આજે ઘરે ગયા બાદ પણ તેમને હોમકવોરેન્ટાઈન જ રહેવું પડશે.

સીએમ કાલે રાજકોટમાં કરશે મતદાન-કોરોનાની ગાઈડલાઈન અનુસાર પીપીઈ કીટ સાથે વિજયભાઈ વોર્ડ ૧૦માં કરશે વોટીંગ આવતીકાલે રાજયની છ મહાનગરપાલિકાઓ માટે ચુંટણીઓ યોજાઈ રહી છે. દરમ્યાન જ પ્રાપ્ત થતી વધુ વિગતો અનુસાર ગુજરાતના સીએમ વિજય રૂપાણી કાલે રાજકોટ ખાતે મતદાન કરશે. તેઓ કોરોનાના નિયમોનુ અનુસરીને એટલે કે પીપીઈ કીટ પહેરીને મતદાન કરનાર છે.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution