૧૦ વર્ષમાં ૫૫ હજાર વિદ્યાર્થીઓએ ખાનગી શાળાઓ છોડી મ્યુનિ.શાળામાં પ્રવેશ લીધો
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
19, જાન્યુઆરી 2025  |   3267

અમદાવાદ, અમદાવાદ મ્યુનિસિપલ સ્કૂલ બોર્ડ સંચાલિત શાળાઓમાં દસ વર્ષના સમયમાં ખાનગી શાળા છોડીને ૫૫૬૦૫ વિદ્યાર્થીઓએ પ્રવેશ મેળવ્યો છે. વિવિધ વોર્ડમાં આવેલી ૧૨૯ જેટલી મ્યુનિસિપલ શાળાઓને આ સમય દરમિયાન સ્માર્ટ શાળા બનાવવામાં આવી છે. વર્ષ-૨૦૨૫-૨૬માં મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ૨૪ નવી શાળા બનાવવામાં આવશે.વર્ષ-૨૦૨૫-૨૬ના રુપિયા ૧૧૪૩ કરોડના ડ્રાફટ બજેટ પૈકી શૈક્ષણિક પ્રવૃત્તિ પાછળ માત્ર રુપિયા ૭૭.૫૦ કરોડ જ ખર્ચ કરાશે. મ્યુનિસિપલ સ્કૂલબોર્ડનું વર્ષ-૨૦૨૫-૨૬ માટેનું રુપિયા ૧૧૪૩ કરોડનું ડ્રાફટ બજેટ શાસનાધિકારી ડોકટર લગધીર દેસાઈ દ્વારા રજૂ કરવામા આવ્યુ છે.જાે કે રુપિયા ૧૦૪૨.૫ કરોડ તો માત્ર પગાર અને પેન્શનની ચૂકવણી પાછળ જ ખર્ચ કરવામાં આવશે.શૈક્ષણિક પ્રવૃત્તિ પાછળ રુપિયા ૭૭.૫૦ કરોડ ખર્ચ કરવામાં આવશે. મ્યુનિસિપલ સ્કૂલ બોર્ડ સંચાલિત શાળાઓ માટે રાજય સરકાર ગ્રાન્ટેબલ ખર્ચના રૃપિયા ૮૦૮ કરોડ તથા મ્યુનિસિપલ કોર્પોરેશન રુપિયા ૧૩૧ કરોડ આપશે.વર્ષ-૨૦૨૫ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિનું શતાબ્દી વર્ષ છે.

વર્ષ વિદ્યાર્થીની  સંખ્યા

૨૦૧૫ ૫૪૮૧

૨૦૧૬ ૫૦૦૫

૨૦૧૭ ૫૨૧૯

૨૦૧૮ ૫૭૯૧

૨૦૧૯ ૫૨૭૨

૨૦૨૦ ૩૩૩૪

૨૦૨૧ ૬૨૮૯

૨૦૨૨ ૯૫૦૦

૨૦૨૩ ૪૩૯૯

© 2026. All rights reserved by Inkpot Publications Private Limited.
This website follows the DNPA Code of Ethics
Design & Develop By:
Dalia Web & Soft Solution