મુંબઇ-

અદાણી ગ્રૂપની અદાણી ગ્રીન એનર્જીના રેકોર્ડ છ અબજ ડોલરવાળા સોલાર પ્રોજેક્ટ્સની પાસે કોઇ ચોક્કસ ગ્રાહકો જ નથી. ભારતના સોલર એનર્જી સેક્ટરની મુખ્ય એજન્સીની સાથેના તેના સોદાથી આ માહિતી મળી છે અને તેનાથી કંપનીને મોટું આર્થિક જોખમ સહન કરવુ પડી શકે છે.

ભારતીય ઉદ્યોગપતિ ગૌતમ અદાણી દ્વારા સંચાલિત કંપનીના શેરમાં આ આઠ ગીગાવોટવાળા મલ્ટી-પ્લાન્ટ ડીલ પર હસ્તાક્ષર કર્યા બાદ ત્રણ ગણી વૃદ્ધિ થઇ છે. આ ડીલને અદાણીએ પોતાની તરફથી અત્યાર સુધીની સૌથી મોટી અને ભારતની માટે એખ સિમાચિહ્ન ગણાવ્યુ હતુ. 

અલબત્ત અદાણી ગ્રીન અને સોલર એનર્જી કોર્પ ઓફ ઇન્ડિયા લિમિટેડ (એસઇસીઆઇ)ની વચ્ચે થયેલ સમજૂતી પૂર્વ નહીં જણાવેલ માહિતીમાં આ વાતનો ખુલાસો થયો છે કે જો એસઇસીઆઇ ખરીદદાર શોધવામાં નિષ્ફળ રહેશે તો આ પ્રોજેક્ટને સમર્થન આપવા માટે એજન્સીની પાસે કોઇ કાયદાકીય કે આર્થિક જવાબદારી રહેશે નહીં. 

એસઇસીઆઇની આ પહેલી એવી મુખ્ય યોજના હેશે જે સરકારના પાવર પર્ચેઝ એગ્રીમેન્ટ વગરની ગેરંટી છે જેને એનાલિસ્ટો ભારતના રિન્યુએબલ એનર્જી ક્ષેત્રના નિર્માણમાં મહત્વપૂર્ણ બાબત માને છે. જ્યારે એસઇસીઆઇ એ જૂન 2019માં પ્રોજેક્ટની માટે બીડ ટેન્ડર ઇસ્યૂ કર્યા હતા, તેણે કહ્યુ હતુ કે, ચોક્કસ પણ એક પીપીએ થશે, પરંતુ તેણે એક વર્ષ બાદ હસ્તાક્ષર થયેલ ડીલમાં ખરીદની ગેરંટી આપવાની શરત પાછી ખેંચી લીધી.

આ કરાર અનુસાર આવા પ્રકારની (વગર વેચાણ) સંખ્યા, મેન્યુફેક્ચરિંગ સેન્ટરની સંખ્યા સહિત,ના સંબંધમાં એસઇસીઆઇ અંગે કોઇ કાયદાકીય કે નાણાંકિય હિત લાગુ થશે નહીં. અદાણી ગ્રીને કહ્યુ કે, વર્ષ 2022 સુધી બે ગીગાવોટ ઉત્પન્ન કરવાની ક્ષમતા ચાલુ થઇ જશે. જ્યારે સમજૂતી અનુસાર બાકી ક્ષમતામાં 2025 સુધી વાર્ષિક રીતે બે ગીરાવોટનું વિસ્તરણ કરવામાં આવશે. 

આ પ્રોજેક્ટની માટે અત્યાર સુધી કોઇ ખરીદદાર આવ્યો નથી અને આ વાત સ્પષ્ટ નથી કે એસઇસીઆઇ ત્યારે ખરીદદાર શોધી શકશે. આ એક એવી પ્રક્રિયા છે જેમાં સામાન્ય રીતે ઘણા મહિના વિતી જાય છે.