ગાઝીપુરમાં ખેડુતો અને ભાજપના કાર્યકરો વચ્ચે હોબાળો, ભારે પોલીસ બંદોબસ્ત તૈનાત
30, જુન 2021 594   |  

દિલ્હી-

છેલ્લા સાત મહિનાથી, કૃષિ કાયદાના વિરોધમાં ખેડૂતો દિલ્હીની સરહદો પર વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. બુધવારે યુપી ગેટ પર વિરોધ કરી રહેલા ખેડૂતોએ ભાજપના કાર્યકરો સાથે ઘર્ષણ કર્યું હતું. મળતી માહિતી મુજબ ભાજપના કેટલાક નેતાઓ અને કાર્યકરો કોઈ નેતાને આવકારવા ગાઝીપુર સરહદે પહોંચ્યા હતા. આ દરમિયાન ખેડૂતોએ હંગામો અને પથ્થરમારો શરૂ કર્યો હતો.

ખેડુતોએ ભાજપના કાર્યકરોને કાળા ઝંડા બતાવ્યાં હતાં. હાલમાં ગાજિયાબાદ એસએસપી કચેરી ખાતે ભાજપના કાર્યકરો વિરોધ કરી રહ્યા છે. આ પથ્થરમારામાં અનેક વાહનો પણ તોડવામાં હતા. હાલમાં ગાઝીપુર બોર્ડર પર અધિકારીઓ હાજર છે. પરિસ્થિતિ હવે શાંત થઈ ગઈ છે.

સ્થળ પર ભારે પોલીસ બંદોબસ્ત ગોઠવાયો

હોબાળો મચાવ્યો હોવાની માહિતી મળતાની સાથે જ ભારે પોલીસ બંદોબસ્ત સ્થળ પર પહોંચી ગયો હતો. ભાજપના રાજ્યમંત્રી અમિત વાલ્મિકી દિલ્હીના યુપી ગેટ પર જઇ રહ્યા હતા. જેમાં કામદારો તેમનું સ્વાગત કરી રહ્યા હતા. આ દરમિયાન કેટલાક ખેડુતોએ તેમને કાળા ઝંડા બતાવ્યા હતા. આ પછી અહીં વિવાદ થયો હતો. ખેડુતોએ વાલ્મિકીના કાફલાની અનેક ગાડીઓ તોડી નાખી હતી. એસપી સિટી જ્ઞાનેન્દ્ર સિંહનું કહેવું છે કે સ્થળ પર ભારે પોલીસ બંદોબસ્ત ગોઠવાયો છે. આ મામલે તપાસ ચાલી રહી છે.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution