ગાંધીનગર-

રાજ્યમાં હાલ કોરોના મહામારી ચાલી રહી છે. થોડા મહિનાઓ પહેલા લોકડાઉનમાં ઘરેલુ હિંસાના કેસોને લઈને એક ઘટસ્ફોટ થયો છે. જેમાં લોકડાઉનમાં ઘરેલુ હિંસાના કેસો વધ્યા હોય તેવું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે. લોકડાઉન દરમિયાન ઘરેલું હિંસાના કેસામાં ૫૦ ટકાનો વધારો થયો હોવાની વાત સામે આવી છે. લોકડાઉન દરમિયાન દર મહિનાના ૧૦ હજાર કેસ સામે આવ્યા છે. આ સાથે જ દર મહિને ખાલી ૫૦ ટકા કેસ ઘરેલું હિંસાના નોંધાયા છે. લોકડાઉનના ૪ મહિનામાં જ ૨૩ હજાર કેસ ઘરેલુ હિંસાના નોંધાયા છે. કોરોના મહામારીના કારણે માર્ચ મહિનાથી લોકડાઉન લાગુ કરવામાં આવ્યું છે. પરંતુ લોકડાઉન દરમિયાન લોકો ઘરમાં જ હતા, તેના કારણે મહિલા સામે અત્યાચારના બનાવો વધ્યા હતા. દર મહિને સરેરાશ ૧૦ હજાર જેટલા કેસો સામે આવ્યા છે અને તેમાં પણ ડોમેસ્ટિક વાઈઓલેશનના કેસો સતત વધ્યા છે. લોકડાઉન દરમિયાન ડોમેસ્ટિક વાઓલેશનના કેસોમાં ૫૦ ટકાનો વધારો જાેવા મળ્યો હતો. એપ્રિલથી લઈને ઓગસ્ટ સુધી લોકડાઉન હોવા છતાં ૫ મહિનામાં ૫૦ હજાર જેટલા કેસ મહિલાઓને લગતા સામે આવ્યા છે. જે નીચે મુજબના આંકડાઓ સ્પષ્ટ કરે છે.

એપ્રિલથી ઓગસ્ટ

ડોમેસ્ટિક વાઓલેશન ૨૨૬૫૪

એડીક્શન ૪૨૧૧

એકસ્ટ્રા મેરિટીયલ ૧૬૩૯

મહિલાઓને લગતા પ્રશ્નોનું સમાધાન આવે તે માટે ૧૮૧ની હેલ્પ લાઈન શરૂ કરવામા આવી છે. અત્યાર સુધી ૧૭ લાખથી વધુ મહિલાઓએ હેલ્પલાઇન પરથી મદદ મેળવી છે અને સૌથી વધુ કેસ ઘરેલુ હિંસા, એકસ્ટ્રા મેરિટીયલ અફેર અને પડોશી સાથે માથાકૂટની સમસ્યા સામે આવી છે. ૨૦૧૪થી લઈને અત્યાર સુધી કુલ કેસ જાેઈએ તો....

ઘરેલુ હિંસા

આલ્કોહોલ ડ્રગ ૪૯૦૭૩

એક્સ્ટ્રા મેરિટીયલ ૧૬૬૬૬

નેબર ઇસ્યુ. ૩૪૮૮૭

એક બાજુ મહિલા સશક્તિકરણની વાતો થઇ રહી છે અને ઘણી મહિલાઓ પુરુષોના ખભે ખભે મેળવી આગળ વધી રહી છે. બીજી તરફ ઘરેલુ હિંસાના આંકડાઓ એવું દર્શાવી રહ્યા છે કે હજી પણ મહિલા પર થતા અત્યાચારોએ વાતની ચાડી ખાઈ રહ્યા છે કે સમાજનો અમુક વર્ગ મહિલાઓના વિકાસને રૂંધવાનું કામ કરે છે.