હરિયાણામાં 10 વર્ષની છોકરી સાથે 7 છોકરાઓએ સ્કૂલ બિલ્ડિંગમાં ગેંગરેપ 
11, જુન 2021 1089   |  

રેવડી-

હરિયાણાના રેવાડીમાં ૨૪ મેના કેટલાક બાળકો મેદાનમાં રમતા-રમતા નજીકની સ્કૂલ બિલ્ડિંગમાં જતા રહ્યા. ત્યાં ૭ છોકરાઓએ એક ૧૦ વર્ષની છોકરી સાથે ગેંગરેપ કર્યો, પરંતુ આ ઘટના એક અઠવાડિયા બાદ ત્યારે સામે આવી જ્યારે વિડીયો પીડિત છોકરીના પાડોશીઓએ સોશિયલ મીડિયા પર જાેયો. તેમણે છોકરીના પરિવારને આની જાણકારી આપી, ત્યારે વાત પોલીસ સુધી પહોંચી. છોકરીનો પરિવાર ૯ જૂનના પોલીસની પાસે પહોંચ્યો અને આની એફઆઈઆર નોંધાવી. રેવાડીના ડીએસપી (હેડક્વાટર્સ) હંસરાજે જણાવ્યું કે કેસ મહિલા પોલીસ સ્ટેશનમાં આઈપીસી કલમ ૩૭૬ ડી, ૩૫૪ સી, ૫૦૬ પોક્સો, આઈટી એક્ટ અને એસસી/એસટી એક્ટ અંતર્ગત નોંધવામાં આવ્યો છે.

આ સાતેય આરોપીઓમાંથી ફક્ત એક પુખ્ત વયનો છે અને ૧૮ વર્ષનો છે, બાકીના ૧૦થી ૧૨ વર્ષની વચ્ચેના છે. છોકરીના પાડોસીઓએ વિડીયોના આધારે આરોપીઓની ઓળખ કરી છે. હંસરાજે જણાવ્યું કે, “જેવો આ મામલો અમારી સામે લાવવામાં આવ્યો અમે આરોપીઓને પકડી લીધા. આરોપી અને પીડિતા પાડોશી જ છે.” પોલીસનું કહેવું છે કે છોકરીને મેડિકલ ચેકઅપ માટે લઇ જવામાં આવી છે. આમાં છોકરીની સાથે ગેંગરેપની ઘટનાની પુષ્ટિ થઈ છે. ચોંકાવનારી વાત તો એ છે કે ૭ આરોપીઓમાંથી ત્રણ તો સગીરાના સંબંધી છે.

આરોપીઓમાંથી ૬ સગીરોને જુવેનાઇલ જસ્ટિસ બોર્ડની સામે હાજર કર્યા બાદ સુધારગૃહમાં મોકલી દેવામાં આવ્યા છે. તો ૧૮ વર્ષના આરોપીને કોર્ટની સામે રજૂ કર્યા બાદ જિલ્લા જેલમાં મોકલી દેવામાં આવ્યા. પોલીસ વિડીયોમાં જાેવા મળતા બીજા સગીરોને શોધી રહી છે. સાથે જ વિડીયો શેર કરનારાઓની ડિટેલ પણ ભેગી કરી રહી છે. ડીએસપીએ જણાવ્યું કે, વિડીયો શેર કરનારાઓની શોધખોળ કરવામાં આવી રહી છે, કેમકે આવું કરવું પણ ગુનો છે. પોલીસે જણાવ્યું કે બાળકોમાંથી ગુના વિશે કોઈએ ચર્ચા ના કરી, ના તો પીડિતાએ પોતાના પરિવારને આના વિશે જણાવ્યું. આરોપીઓ સામાન્ય દિવસની માફક પોતાનું કામ કરતા રહ્યા, તેમની હિંમત એટલી વધી ગઈ કે તેમણે આ વિડીયો પણ શેર કરી દીધો. જ્યારે ૮ જૂનના છોકરીના પાડોશીએ આ વિડીયો જાેયો તો તેણે છોકરીના પરિવારને જણાવ્યું.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution