આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં કોહલીએ આ કીર્તિમાન પોતાના નામે કર્યો,જાણો રેકોર્ડ

નવી દિલ્હીઃ 

ટીમ ઈન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલીએ પોતાના બેટથી કેટલાય રેકોર્ડ પોતાના નામે કર્યા છે. મહત્વની વાત એ છે કે કોહલી હાલ માત્ર 32 વર્ષના જ છે એવામાં હજી પણ કોહલી પાસે આવા કેટલાય રેકોર્ડ પોતાના નામે કરવાનો મોકો છે. ઓસ્ટ્રેલિયા સામે રમાયેલ મેચમાં 89 રનની ઈનિંગ રમી કોહલીએ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 22000 રન પૂરા કરવાનો રેકોર્ડ પોતાના નામે કરી લીધો છે. આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સૌથી તેજ 22000 રન પૂરા કરનાર વિરાટ કોહલી પહેલા ખેલાડી બની ગયા છે.

આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં વનડે ટી-20 અને ટેસ્ટ મેચ મિલાવીને કોહલીએ કુલ 22000 રનનો કીર્તિમાન પોતાના નામે કરી લીધો છે. કોહલીએ આજે જ્યારે 69 રન બનાવ્યો તો તેમણે 22000 રનનો રેકોર્ડ પોતાના નામે કરી લીધો. આ ઉપરાંત ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ 2000 રન પૂરા કરનાર ખેલાડી બની ગયો છે. અગાઉ ભારત તરફથી માત્ર બે જ ખેલાડી આવું કારનામું કરી શક્યા. જ્યારે દુનિયાભરના ખેલાડીઓની વાત કરીએ તો ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ 2000 રન બનાવનાર વિરાટ કોહલી પાંચમા ખેલાડી છે. જેમાં પહેલા નંબરે ડેસમંડ હેન્સ, વિવ રિચર્ડ, સચિન તેંડુલકર, રોહિત શર્માએ આ રેકોર્ડ પોતાના નામે કર્યો છે. દુનિયામાં માત્ર સાત બેટ્સમેન જ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 22000 રનનો આંકડો પાર કરી શક્યા છે. વિરાટ કોહલી આઠમા ખેલાડી છે જે 22000ના ક્લબમાં પહોંચ્યા છે. 22000 રનના ક્લબમાં કોહલી ઉપરાંત સચિન તેંડુલકર અને રાહુલ દ્રવિડનું નામ પણ સામેલ છે. સચિનના નામે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સૌથી વધુ 34367 રન બનાવવાનો રેકોર્ડ છે.

આજના મેચની વાત કરીએ તો ઓસ્ટ્રેલિયાના 389 રનના લક્ષ્ય0નો પીછો કરવા ઉતરેલી ટીમ ઈન્ડિયાની શરૂઆત ખાસ નહોતી રહી. મયંક અગ્રવાલ 28 રન બનાવી કમિંસના બોલ પર આઉટ થઈ ગયા, જ્યારે શિખર ધવન 30 રન બનાવી પેવેલિયન ભેગા થઈ ગયા. બે વિકેટ પડ્યા બાદ વિરાટ કોહલીએ ટીમને સંભાળી અને 87 બોલમાં 89 રનની ઈનિંગ રમી.


સંબંધિત સમાચાર
© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution