મ.પ્રદેશમાં યુવતીને નશાનું ઇન્જેક્શન ભાજપ નેતા સહિ ચાર લોકોએ બે દિવસ દુષ્કર્મ આચર્યું
22, ફેબ્રુઆરી 2021

ભોપાલ-

મધ્યપ્રદેશના શહડોલમાં એક ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. અહીં 20 વર્ષીય યુવતીને નશાકારક ઈન્જેક્શન આપીને ભાજપના નેતા સહિત ચાર લોકોએ તેની સાથે બે દિવસ સુધી ગેંગરેપ કર્યો હતો. ઈન્જેક્શન આપ્યા પછી તેને બળજબરીથી દારૂ પણ પિવડાવ્યો. યુવતીની સ્થિતિ બગડવા પર આ લોકો તેને ઘરની સામે ફેંકીને ભાગી ગયા.

18 ફેબ્રુઆરીએ યુવતીએ તેના ઘરેથી ગુમ થઈ હતી. તેના પરિવારના સભ્યોએ જૈતપુર પોલીસ સ્ટેશનમાં ગુમ થઈ હોવાની ફરિયાદ નોંધાવી હતી. પીડિતાની ફરિયાદ પર પોલીસે ભાજપના જૈતપુર મંડલ અધ્યક્ષ વિજય ત્રિપાઠી, શિક્ષક રાજેશ શુક્લા, મુન્ના સિંહ અને મોનુ મહારાજની વિરુદ્ધ ધારા 376, 342 અને 34 અંતર્ગત મામલો નોંધ્યો છે. એસપી અવધેશ ગોસ્વામીએ જણાવ્યું હતું કે યુવતીના જણાવ્યા અનુસાર, તેની સાથે માત્ર શિક્ષક રાજેશ શુકલાએ જ દુષ્કર્મ કર્યું છે, જ્યારે બાકીના ત્રણ આરોપી અહીં બેસીને દારૂ પી રહ્યા હતા.

હું 18 ફેબ્રુઆરીની સાંજે લગભગ ૭.૩૦ વાગ્યે ઘરની બહાર ચક્કર મારવા નીકળી હતી. એ સમયે એક કાર આવી; એમાંથી કેટલાક લોકો ઊતર્યા અને મારું મોઢું દબાવીને કારમાં જબરદસ્તીથી બેસાડી દીધી. તેઓ મને જૈતપુરથી લગભગ 8 કિમી દૂર ગાડાઘાટ સ્થિત ફાર્મ હાઉસમાં લઈ ગયા. મને પહેલા નશાનું ઈન્જેક્શન આપવામાં આવ્યું, પછીથી દારૂ પિવડાવવામાં આવ્યો. પછી ચાર લોકોએ બળાત્કાર કર્યો. 20 ફેબ્રુઆરીએ મારી તબિયત બગડ્યા પછી રાતે લગભગ 9.30 વાગ્યે બેભાન સ્થિતિમાં તેઓ મને મારા ઘરની સામે છોડીને જતા રહ્યા. રડવાનો અવાજ સાંભળીને પરિવાર બહાર નીકળ્યો અને મને ઉઠાવીને અંદર લઈ ગયા.

હાલ આ મામલામાં કોઈની પણ ધરપકડ થઈ નથી. એવી એક શક્યતા છે કે ચારેય આરોપી લાલ રંગની કારમાં યુવતીને તેના ઘરની થોડી દૂર ફેંકીને ફરાર થઈ ગયા. પોલીસે આરોપીઓની ધરપકડ માટે ઘણી ટીમોની રચના કરી છે અને મામલાની તપાસ ચાલી રહી છે.


© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution