અરવલ્લી-

ગુજરાત રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના ઓઠા હેઠળ ચૂંટણીની પુરબહાર મોસમ ખીલી ઉઠી છે. રાજકીય વાતાવરણમાં હદ થીજવતી ઠંડીમાં પણ ગરમાવો જોવા મળી રહ્યો છે. ત્યારે દરેક પક્ષ અન્ય પક્ષના ઉમેદવારોને પોતાની તરફ આકર્ષવા માટે મરણીયો બન્યો છે. અને ચૂંટણીના કાવાદાવા શરુ કરી દીધા છે. ત્યારે પક્ષ પલટો કે પક્ષાંતર એ હવે સામાન્ય બાબત બની ગઈ છે. રોજ કયાંક ને કયાંક પક્ષ પલટાના નજારા જોવા મળી રહ્યા છે. ત્યારે ઘણી જગ્યા પર ખોટી અફ્વાહોનું બજાર પણ ગરમી રહ્યું છે. પોતાના જ સભ્યોને પોતાની જ પાર્ટીમાં સ્થાન આપવાના પણ દાખલા જોવા મળી રહ્યા છે. ત્યારે આ બધાની વચ્ચે આજ રોજ અરવલ્લી જીલ્લાના મોડાસા ખાતે શહેર કોંગ્રેસને મોટો ફટકો પડ્યો છે. અરવલ્લીના મોડાસા શહેર કોંગ્રેસમાં ગાબડું પડ્યું છે. મોટી સંખ્યામાં કોંગ્રેસના સભ્યો AIMIM માં જોડાયા છે. આશરે ૨૫૦ જેટલા કોંગ્રેસી સભ્યો AIMIM માં જોડાયા છે. તો સાથે 5 અપક્ષ કૉર્પોરેટર AIMIMમાં જોડાયા છે. સ્થાનિક સવ્રજ્યની ચૂંટણી પહેલા મોટી સંખ્યામાં કાર્યકરો AIMIM માંજોડતા સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં કોંગ્રેસને મોતોત ફટકો પડી શકે છે. જયારે AIMIM ના સ્થાનિક નેતાના જણાવ્યા અનુસાર કોંગ્રેસના વધુ 450 કાર્યકરો જોડાવાનો દાવો કર્યો છે. ઉલ્લેખનીય છે કે AIMIM એ ગુજરાતમાં BTP સાથે જોડાણ કર્યું છે. અને સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ઝંપલાવ્યું છે. સમગ્ર રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી બંને પાર્ટીઓ સાથે મળીને પોતાના ઉમેદવારો ઉભા રાખવાનો દાવો પણ કર્યો છે.