અત્યારે લોકડાઉનને કારણે બધાં જ ઘરમાં કેદ છે. જોકે, ઘરમાં હોઈએ ત્યારે વધારે ભૂખ લાગે અને બહારના ચટાકા યાદ આવે છે. અત્યારે તો બજારના ફૂડ સાવ બંધ છે. જેથી જે ખાવું હોય ઘરમાં જ બનાવવું પડે. તો આજે અમે તમને ઘરે જ એકદમ સહેલાઈથી અને બજાર જેવા ટેસ્ટી અને ક્રિસ્પી દાળવડા બનાવવાની બેસ્ટ રેસિપી જણાવીશું. જો આ રીતે તમ એકવાર દાળવડા બનાવશો તો વારંવાર બનાવવાનું મન થશે અને તમારા દાળવડા પણ પરફેક્ટ બનશે.

સામગ્રી:

1 કપ મગની મોગર દાળ,2 ચમચી ચોખા,2ચમચી અડધની દાળ,અડધો કપ ફોતરાવાળી મગની દાળ,8વાટેલાં લીલાં મરચાં,1 કપ કોથમીર,1 ઈંચ આદુઅને8 લસણની કળીની પેસ્ટ, મીઠું સ્વાદ પ્રમાણે,1/4 ચમચી ખાવાનો સોડા.

બનાવાની રીત

રીત સૌથી પહેલાં દાળ ચોખાને ધોઈને 5 કલાક પલાળી દો. પછી મિક્સરમાં અધકચરું વાટી લો. ધ્યાન રાખજો કે દાળ પાણી નાખ્યા વિના જ વાટવી. બહુ જરૂર લાગે તો 1-2 ચમચી પાણી ઉમેરવું. પછી આ મિશ્રણને ઢાંકીને વધુ 3-4 કલાક માટે મૂકી દો. જેથી તમારા દાળવડા અંદરથી પોચા અને જાળીદાર બનશે. ત્યારબાદ મિશ્રણ લઈને તેમાં આદુ,મરચા અને લસણની પેસ્ટ, મીઠું, સમારેલી કોથમીર નાખી બધું જ એક જ ડાયરેક્શનમાં 5 મિનિટ માટે ફેટી લો એટલે કે બરાબર મિક્સ કરી લો. પછી તેલ ગરમ મૂકો. મીડિયમ ફાંસ ગેસ રાખવો. પછી છેલ્લે ખાવાનો સોડા અને તેની પર 1 ચમચી તેલ નાખી બરાબર મિક્સ કરી લો. પછી એક એક કરીને દાળવડા તેલમાં નાખો અને મીડિયમ ફ્લેમ પર સરસ રીતે તળી લો. વડા ગોલ્ડન થાય ત્યાં સુધી તળો. છેલ્લે તળેલાં મરચાં અને ડુંગળી સાથે ગરમાગરમ દાળવડા સર્વ કરો.