રાજપીપળા,  રાજસ્થાન ડુંગરપુર જિલ્લા પંચાયતમાં બીટીપીની બહુમતી હોવા છતાં કોંગ્રેસ-ભાજપે હાથ મિલાવી લેતા ભાજપની મહિલા ઉમેદવાર પ્રમુખ તરીકે ચૂંટાઈ આવી છે, જ્યારે સામે બીટીપીઉમેદવાર ફક્ત એક મતે હારનો સામનો કરવો પડ્યો છે.એની ઈફેક્ટ ગુજરાતના રાજકારણ પર પડી છે, નર્મદા-ભરૂચ જિલ્લા પંચાયતમાં બીટીપી એ કોંગ્રેસ સાથેનું ગઠબંધન તોડી નાખ્યું છે.હવે આવનારી તાલુકા, જિલ્લા પંચાયત, નગરપાલિકા ચૂંટણી મ્‌ઁ એ એકલે હાથે લડવાનો ર્નિણય કર્યો છે.ગુજરાતના ઝઘડિયાના બીટીપીના ધારાસભ્ય છોટુભાઈ વસાવાએ જણાવ્યું હતું કે રાજસ્થાનમાં કોંગ્રેસે બીટીપી સાથે ગદ્દારી કરી છે, અમે નર્મદા અને ભરૂચ જિલ્લા પંચાયતમાં કોંગ્રેસ સાથેનું ગઠબંધન તોડીએ છીએ. બીજી બાજુ ધારાસભ્ય છોટુભાઈ વસાવાએ ‘બીજેપી-કોંગ્રેસ એક હૈ’ એવા હેસટેગ સાથે ટિ્‌વટર પર ટ્રેન્ડ કરવા પોતાના સમર્થકોને આહવાન પણ કર્યું છે. નર્મદા જિલ્લા મ્‌ઁ અધ્યક્ષ ચૈતર વસાવાએ જણાવ્યું હતું કે કોંગ્રેસે રાજસ્થાનના ડુંગરપુર જિલ્લા પંચાયતમાં પ્રમુખની ચૂંટણીમાં ભાજપ સાથે હાથ મિલાવી બીટીપીને હરાવવાનું કામ કર્યું છે જેને પગલે રાજસ્થાન બીટીપીના ૨ ધારાસભ્યોએ કોંગ્રેસ સરકાર માંથી પોતાનું સમર્થન પાછું ખેંચ્યું છે.