પોરબંદરમાં શિક્ષણાધિકારીની કચેરી દ્વારા શિક્ષકોની વધ ઘટ માટેનો કેમ્પ યોજાયો
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
20, મે 2022  |   4356

પોરબંદર,પોરબંદરમાં જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીની કચેરી દ્વારા શિક્ષકોની વધ ઘટ માટેનો કેમ્પ યોજાયો હતો. જેના અનુસંધાને પોરબંદર શહેરના બીઆરસી ભવન ખાતે પોરબંદર જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીની કચેરી દ્વારા જિલ્લામાં વધ થતા શિક્ષકો તેમજ તાલુકામાં બહાર ગયેલા શિક્ષકો માટે કેમ્પ યોજાયો હતો. આ કેમ્પમાં જિલ્લાભરના ૫૦ જેટલા શિક્ષકો ઉપસ્થિત રહ્યા હતા. જેમાંથી ૪૫ જેટલા શિક્ષકોના ઓર્ડર પણ આપી દેવામાં આવ્યા હતા. આ અંગે જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીએ જણાવ્યું હતું કે એકદમ શાંતિપૂર્ણ માહોલમાં સમગ્ર આયોજન કરવામાં આવ્યું હતું અને આગામી દિવસોમાં પણ રાજ્ય સરકારની સુચના અનુસાર અન્ય બદલી કેમ્પોનું આયોજન હાથ ધરવામાં આવશે.
© 2026. All rights reserved by Inkpot Publications Private Limited.
This website follows the DNPA Code of Ethics
Design & Develop By:
Dalia Web & Soft Solution