સૌરાષ્ટ્રમાં જીએસટી વિભાગનો સપાટો,100 કરોડના બિનહિસાબી વ્યવહારો ઝડપાયા
01, ઓગ્સ્ટ 2020 99   |  

રાજકોટ-

દેશભરમાં એક સમાન ટેક્સ એટલે કે ય્જી્‌ લાગુ થયા બાદ પણ ટેક્સ ચોરી થવાની અનેક ફરિયાદો મળી રહી છે, જેથી જીએસટી લાગુ કરવા પાછળનો એક મોટો ઉદ્દેશ ટેક્સ ચોરો સામે લગામ લગાવવાનું પણ હતું. પરંતુ કૌત્યારબાદ ટેક્સ ચોરો હજી પણ ચોરી કરીને સરકારને કરોડો રૂપિયાનો ચૂનો લગાવી રહ્યા છે. ત્યારે હવે GST‌ વિભાગ દ્વારા ટેક્સ ચોરીને લઈ સૌરાષ્ટ્રમાં સપાટો બોલાયો છે.

GST‌ ‌ વિભાગ દ્વારા દરોડા પાડવામાં આવતા રૂ.100 કરોડના બિનહિસાબી વ્યવહારો ઝડપાયા છે. સૌરાષ્ટ્રમાં અમદાવાદ જીએસટીની ટીમે સૌરાષ્ટ્રમાં 15થી વધુ સ્થળોએ દરોડા પાડયા હતા. જેમાં સિંગદાણાના વેપારીઓએ જેટલો માલ વેચ્યો હતો તેના કરતા ઓછો ટેક્સ ભરીને બોગસ બિલિંગ કૌભાંડ આચર્યું હતું.

મળતી માહિતી મુજબ, ય્જી્‌ વિભાગ દ્વારા ગત બુધવારથી જૂનાગઢ, માંગરોળ, કેશોદ, ધોરાજી, ઉપલેટા અને ગોંડલ સહિતના સ્થળોએ અમદાવાદ જીએસટીની ટીમ ત્રાટકી હતી. જેમાં હાલ રૂ.100 કરોડના બિનહિસાબી વ્યવહારો થયા હોવાનો ખુલાસો થયો છે. તો બીજી તરફ આ મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution