સુરેન્દ્રનગર, ગુજરાત ચુંટણીને લઇને સુરેન્દ્રનગરમાં સોમા પટેલે અપક્ષમાંથી ફોર્મ ભર્યું હતું. જે આજે પરત ખેંચી લીધું છે. ભાજપે ટિકિટ ન આપતા સોમા પટેલ નારાજ થયા હતા અને અપક્ષમાંથી ઉમેદવારી નોંધાવી હતી. સુરેન્દ્રનગરની વઢવાણ બેઠક પર ભાજપ-કોંગ્રેસ સહીત કુલ ૨૨ ફોર્મ ભરાયા હતા. ત્યારબાદ ફોર્મ પરત ખેંચવાના છેલ્લા દિવસે ૯ ફોર્મ પરત ખેંચાયા હતા. જેને લઇને વઢવાણ બેઠક પર હવે ૧૩ ઉમેદવારો ચુંટણી જંગમાં મેદાને હોવાનું સામે આવ્યું છે. ભાજપ અને કોંગ્રેસમાંથી સાંસદ બનેલા મોટા ગજાના નેતા સોમાભાઇએ ૨૦૧૯માં લીંબડી-સાયલા બેઠક પરથી રાજીનામુ ધરી દીધું હતું. સમાજના ટેકાને લઇને પક્ષપલટો કરતા સોમાભાઈ આ વખતે અપક્ષમાંથી ચુંટણી જંગમાં ઉતાર્યા હતા. જાેકે આજે તેમણે પોતાનું અપક્ષ ફોર્મ પરત લીધું છે. ઉલ્લેખનિય છે કે પ્રથમ તબક્કા માટે ફોર્મ પરત ખેચવાનો આજે અંતિમ દિવસ હતો.