મુંબઈ -

વૈશ્વિક બજારોમાં તેજી તેમજ બેન્કિંગ અને નાણાંકીય શેરોમાં લેવાલીના જોરે સેન્સેક્સ અને નિફ્ટીમાં ઉછાળો નોંધાયો હતો. વોલેટાલિટીને પચાવીને સેન્સેક્સ 287.72 પોઈન્ટ ઉછળીને 39,044.35ની સપાટીએ બંધ થયો હતો. નિફ્ટી આંક 81.75 પોઈન્ટની સપાટી કૂદાવીને 11,521.80 બંધ રહ્યો હતો. ઈન્ડસઈન્ડ બેન્કનો શેર 4.03 ટકા વધ્યો હતો. આ ઉપરાંત ભારતી એરટેલ, એક્સિસ બેન્ક, બજાજ ફાઈનાન્સ, આઈસીઆઈસીઆ બેન્ક, સન ફાર્મા, એચડીએફસી બેન્ક અને કોટક બેન્કમાં પણ આકર્ષક લેવાલી રહી હતી. 

બીજીતરફ મિડ કેપ અને સ્મોલ કેપ શેરોમાં પણ ઉછાળો નોંધાયો હતો. બ્લુચીપ કાઉન્ટર્સમાં લેવાલીના ટેકે શેરોમાં ઘટાડે ઉછાળાનો ટોન જોવા મળ્યો હતો. માર્કેટ બ્રેડ્થમાં સતત બીજા દિવસે સુધારો રહ્યો હતો. તમામ સેક્ટર્સમાં શાનદાર ઉછાળો રહ્યો હતો. ટેકિલોમ, હેલ્થકેર, બેન્કેક્સ, બેઝિસ મટીરિયલ્સ, ફાઈનાન્સ, પાવર એન્ડ યુટિલિટીઝ ઈન્ડેક્સ 1.94 ટકા વધ્યા હતા. મિડકેપ આંક 1.44 ટકા વધીને બંધ રહ્યો હતો.