બોટાદ જિલાના બરવાળા તાલુકામાં આવેલ સુપ્રસિદ્ધ સાળંગપુર ધામ ખાતે કષ્ટભજન હનુમાનજી ને પ્રથમવાર રોટલા થાળ નો ભોગ અર્પણ કરાયો હતો જેમાં મોટી સંખ્યા માં ભાવિકો એ દર્શન અને પ્રસાદ નો લાભ લીધો હતો.
સાળંગપુર ધામ સાળંગપુર કષ્ટભજન હનુમાનજી મદિરે પવિત્ર ધનુર માસ નિમિતે સૌ પ્રથમ વાર દાદાને રોટલાના થાળ ઉત્સવ ની ઉજવણી કરવામાં આવી હતી જેમાં જુદા જુદા પ્રકારના 51 ધાન્યના રોટલા તેમજ અલગ અલગ 30 પ્રકારના શાક સાથેનો થાળ હનુમાનજી દાદા ને ધરવામાં આવ્યો હતો.
પવિત્ર ધનુર માસમાં ગ્રામ્ય સંસ્કૃતિ મુજબ વિવિધ પ્રકારના 51 ધાન્યના રોટલા તેમજ અલગ અલગ 30 પ્રકારના શાક અને પાપડ ,છાસ ,સલાડ સહિત સાથેનો થાળ હનુમાનજી દાદા ધરવામાં આવ્યો હતો ગામડાની સંસ્કૃતી જળવાય રહે તે માટે આ પ્રકાર નું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યા માં હરિ ભક્તો એ દર્શન નો લાભ લીધો હતો અને રોટલાના થાળ ઉત્સવ સાથે દાદાના દર્શન કરી ધન્યતા અનુભવી હતી.
Loading ...