રાજકોટઃ -

અને છેલ્લા 10 દિવસમાં રાજકોટવાસીઓએ એક કરોડ રૂપિયાનો દંડ ભર્યો છે. જે રીતે સમગ્ર દેશમાં કોરોનાનું સંક્રમણ અટકાવવા લોકડાઉન કરવામાં આવ્યું છે. લોકડાઉન પાંચમાં અનલોક એક પણ કરવામાં આવ્યું જેમાં ધંધા રોજગારને છૂટછાટ આપવામાં આવી છે જે રીતે લોકડાઉન દરમિયાન લોકોને ઘર બહાર નીકળવાની મનાઈ હતી ત્યારે પણ ઘણા લોકો ઘરની બહાર નીકળતા હતા તો બીજી તરફ માસ્ક વગર પણ ઘણા લોકો બહાર નીકળ્યા હતા. જોકે પોલીસે પણ આવા લોકો સામે કાર્યવાહી હાથ ધરી હતી. 

રાજકોટમાં અનલોક-2 દરમિયાન લોકોએ નિયમોનો ભંગ કર્યો હતો જેમાં પોલીસે છેલ્લા 10 જ દિવસમાં 1 કરોડ 4 લાખ 45 હજાર 800નો દંડ વસુલ કર્યો છે. રાત્રીના દસથી સવારના પાંચ સુધી કર્ફયુ પણ જાહેર થયો છે. તા. 1/7થી અનલોક-2ના આજ સુધીના સમયગાળામાં એટલે કે દસ દિવસમાં શહેરની તમામ પોલીસે જાહેરનામા ભંગના કુલ 609 ગુના દાખલ કર્યા છે અને 4652 વાહનો ડિટેઇન કર્યા છે.

જાહેરમાં થુંકતા લોકોને પણ સીસીટીવી કેમેરાની મદદથી શોધી તેની સામે ગુનો નોંધવાની કાર્યવાહી કરી છે. હાલ પણ પોલીસ દ્વારા અલગ અલગ જગ્યાઓ પર ચેકીંગ હાથ ધરી નિયમો નહિ પાળતા લોકો પાસેથી દંડ વસૂલી રહ્યા છે.