યાત્રાના નામે પાકિસ્તાનના સાંસદે કંરાચીના લોકોને છેતર્યા, જાણો પછી શુ થયું 
26, સપ્ટેમ્બર 2020

ઇસ્લામાબાદ-

ભારત સરકાર વિરુદ્ધ કાવતરા ઘડવાની પાકિસ્તાનની સરકારની આદત એટલી હદે તમને વળગી ગઇ છે કે દેશની અંદર જૂઠ્ઠાણાંનો આશરો લેવામાં આવી રહ્યો છે. આંતરરાષ્ટ્રીય મંચ પર, પાકિસ્તાન સરકારના મંત્રીઓ ભારતને ઘેરી લેવાનો પ્રયાસ કરે છે. તે જ સમયે, પાકિસ્તાન તેહરીક-એ-ઇન્સાફ (પીટીઆઈ) પાર્ટીના સાંસદ કંઇક વધારે જ આગળ નિકળી ગયા છે. તેમણે ઈસ્લામાબાદમાં ભારતીય હાઈ કમિશનની બહાર હિન્દુઓના વિરોધનું નાટક કરાવ્યું હતુ જેની સચ્ચાઇ હવે બહાર આવી છે.

ઇસ્લામાબાદમાં ભારતીય હાઈ કમિશન સામે ભારતનો વિરોધ હિન્દુઓ કરી રહ્યા છે તેવો એક વીડિયો સામે આવ્યો છે. આ જોઈને બધા ચોંકી ગયા. હવે તેમાં જોડાયેલા વિરોધીઓએ કહ્યું છે કે તેમને એવું કહેવામાં આવ્યું ન હતું કે ઈસ્લામાબાદમાં ભારત વિરોધી પ્રદર્શન કરવા જવાનુ છે પરંતુ તેમને એવું કહેવામાં આવ્યું હતું કે તેઓએ યાત્રા માટે જવાનું છે. એક વ્યક્તિએ જણાવ્યું છે કે બે દિવસ પહેલા કરાચીમાથી લોકોને મફત મુસાફરીના નામે  લાવવામાં આવ્યા હતા.

તેમણે કહ્યું, 'જ્યારે અમે અહીં પહોંચ્યા ત્યારે પહેલાં યાત્રાના નામે ભૂખ્યા-તરસ્યા  ફેરવવામાં આવ્યા હતા અને પછી વિરોધ માટે ઉભા રાખવામાં આવ્યા હતા. લોકો કરાચી પાછા જવા માગે છે પરંતુ સુરક્ષાદળો જવા દેતી નથી. ' તેમણે કહ્યું કે નાના બાળકો સહિતના પરિવારો અહીં ફસાયેલા છે અને કરાચી પાછા જવા માટે મદદની વિનંતી કરે છે. ભારતના રાજસ્થાનના જોધપુરમાં 11 પાકિસ્તાની હિન્દુઓના મોતને લઈને વિરોધનો દાવો કરવામાં આવ્યો હતો.



© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution