નરેશ પટેલ મામલે સૌરાષ્ટ્રના કોંગ્રેસના પ્રભારી રામકિશન ઓઝાએ જવાબ આપવાનું ટાળ્યું

રાજકોટ, સેક્રેટરી અને સૌરાષ્ટ્રના પ્રભારી રામ કિશન ઓઝાએ કહ્યં હતું કે, નરેશ પટેલનો મુદ્દો મોવડીમંડળનો છે ને આ મામલે મારે કંઇ કહવાનું ન હોય આ સમગ્ર પ્રકરણની મને સહેજ પણ માહિતી નહીં હોવાનો તેમણે ઉલ્લેખ કરીને સવાલોના જવાબ આપવાથી અંતર બનાવી લીધુ હતું. રામ કિશન ઓઝાએ જણાવ્યું હતું કે, આમ તો જે હાઇકમાન્ડ નો આદેશ આવે એ સ્વીકારી લેવાનો હોય. હવે ઇન્દ્રનીલભાઈને શું હજુ નારાજગઈ હોય. એ કામ થી બહાર હશે એટલે હાજર નહિ રહ્યા હોય. કોંગ્રેસ જેવી તાકાતવર પાર્ટી હોય એમાં મતભેદ હોવાના એને જૂથવાદ ન કહેવાય. તેમના વિચારો અલગ હોય શકે..કેમકે કોંગ્રેસ મજબૂત છે એટલે આવું તો ચાલવાનું જ છે. ઉલ્લેખીય છે કે કોંગ્રેસમાં આંતિરક જૂથવાદ હજુ શમ્યો નથી, આજે કોંગ્રેસના પ્રભારી રામ કિશન ઓઝાએ શહેર અને જિલ્લા કોંગ્રેસના હોદ્દેદારો સાથે બેઠક કરી હતી તેમાં પણ ઇન્દ્રનીલ રાજ્યગુરુ ગેરહાજર રહ્યા. કોંગ્રેસમાં જૂથવાદ મામલે ગુજરાત પ્રદેશ મહિલા કોંગ્રેસ પ્રમુખ ગાયત્રીબા વાઘેલાનું નિવેદન આપતા જણાવ્યું હતું કે, આજની બેઠક સર્કિટ હાઉસ ખાતે મળી છે. ઇન્દ્રનીલ અને શહેર કોંગ્રેસ વચ્ચે જૂથવાદ હતો હવે નથી. પ્રદેશ કક્ષાએ કોંગ્રેસનો જૂથવાદ સમાપ્ત કરાયો છે. હાલ ચૂંટણીની તૈયારીઓ શરૂ કરી છે.

સંબંધિત સમાચાર
© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution