દિલ્હી-

ભાજપે ૨૦૧૯-૨૦ માટે ઈલેક્ટોરલ ફંડના માધ્યમથી ૨૭૧.૫ કરોડ રુપિયા ભેગા કર્યા છે. જે કુલ ફંડિગના ૮૦ ટકા છે. જેમાં એરટેલ ગ્રુપ અને ડીએલએફ લિમિટેડ સૌથી મોટા દાનદાતા છે.

અલગ અલગ ઈલેક્ટોરલ ટ્રસ્ટથી ખબર પડે છે કે નાણા વર્ષ ૨૦૧૯-૨૦માં ભાજપને કુલ ૨૭૬.૪૫ કરોડ રુપિયા દાન મળ્યુ. પ્રૂડેન્ટથી ૨૧૭.૭૫ કરોડ, જન કલ્યાણ ઈલેક્ટોરલ ટ્રસ્ટે ૪૫. ૯૫ કરોડ એબી જનરલ ટ્રસ્ટથી ૯ કરોડ અને સમાજ ઈલેક્ટોરલ ટ્રસ્ટથી ૩.૭૫ કરોડ રુપિયા ડોનેશન રુપમાં મળ્યા છે. ત્યારે કોંગ્રેસને ૫૮ કરોડનું દાન મળ્યુ છે. કોંગ્રેસે પ્રુડેન્ટ ઈલેક્ટોરલ ટ્રસ્ટથી ૩૧ કરોડ જનકલ્યાણ ઈલેક્ટરોલ ટ્રસ્ટથી ૨૫ કરોડ અને સમાજ ઈલેક્ટોરલ ટ્રસ્ટથી ૨ કરોડ રુપિયાનું દાન મળ્યુ છે.

અત્યાર સુધી ચૂંટણી આયોગમાં દેશની ૩૫ માન્યતા પ્રાપ્ત રાજનીતિક પાર્ટીઓએ વર્ષ ૨૦૧૯-૨૦ માટે એટલે કે ઓડિટ રિપોર્ટ આપી છે. આ રિપોર્ટ અનુસાર ટીઆરએસને સૌથી વધારે ૧૩૦.૪૬ કરોડ રુપિયાની આવક થઈ છે. જે બાદ શિવસેનાને ૧૩૦.૪૬ કરોડ રુપિયા, વાઈએસઆરસીપીને ૯૨.૨ કરોડ, બીજેડીને ૯૦.૩૫ કરોડ, એઆઈડીએમકેને ૮૯.૬ કરોડ, ડીએમકે ને ૬૪.૯૦ કરોડ અને આમ આદમી પાર્ટીને ૪૯.૬૫ કરોડ રુપિયાની આવક થઈ છે. સ્થાનીય પાર્ટીમાં સૌથી વધારે આવક ઈલેક્ટોરલ બ્રાન્ડ્‌સને થઈ છે. જેના માધ્યથી ટીઆરએસને ૮૯.૧૫ કરોડ, વાયએસઆરસીપીને ૭૪.૩૫ કરોડ, બીજેડીને ૫૦.૫ કરોડ, ડીએમકેને ૪૫.૫ કરોડ, શિવસેનાને ૪૦.૯૮ કરોડ, આપને ૧૭.૭૬ કરોડ, સમાજવાદી પાર્ટીને ૧૦.૮૪ કરોડ, જેડીએસને૭.૫ કરોડ અને આરજેડીને ૨.૫ કરોડ રુપિયાનું દાન મળ્યું છે.