હિન્દુ ધર્મમાં ભગવાન ગણેશને પ્રથમ પૂજ્ય દેવ માનવામાં આવે છે. કોઈ પણ માંગલિક કાર્ય, પછી તે લગ્ન હોય કે અન્ય શુભ કામ, ગણેશજીની પૂજા વગર શરૂ નથી થતુ. ભગવાન ગણેશને ગજાનનના નામથી પણ ઓળખવામાં આવે છે. કેમ કે, તેમનું માથુ હાથીનું છે, જ્યારે શરીર માણસનું છે. હવે એ તો તમે જાણતા હશો કે, ગણેશજીનું માથુ કપાયા બાદ તેમને હાથીનું મસ્તક લગાવવામાં આવ્યું હતું, પરંતુ શું તમને એ ખબર છે કે, ગણેશજીનું અસલી મસ્તક ક્યાં છે? તમને જાણીને આશ્ચર્ય થશે કે, ભગવાન ગણેશનું અસલી માથુ આજે પણ એક ગુફામાં છે. માન્યતા છે કે, ભગવાન શિવે ગુસ્સામાં આવી ગણેશજીનું મસ્તક કાપી શરીરથી અલગ કરી દીધુ હતું, તેને તેમણે એક ગુફામાં રાખ્યું હતું.
આ ગુફાને પાતાળ ભુવનેશ્વરના નામે ઓળખવામાં આવે છે. પાતાળ ભુવનેશ્વરમાં રહેલી ગણેશજીની મૂર્તિને આદી ગણેશના નામથી ઓળખવામાં આવે છે. માન્યતા છે કે, કલયુગમાં આ ગુફાની શોધ આદિશંકરાચાર્યએ કરી હતી. આ ગુફા ઉત્તરાકંડના પિથૌડાગઢના ગંગોલીહાટથી 14 કિમી દૂર પર સ્થિત છે. કહેવાય છે કે, ગણેશજીના આ કપાયેલા માથાની રક્ષા ખુદ ભગવાન શિવ કરે છે. આ ગુફામાં ભગવાન ગણેશના કપાયેલી શિલારૂપી મૂર્તીના ઠીક ઉપર 108 પંખુડીયોવાળુ શવાષ્ટક દળ બ્રહ્મકમળ રૂપની એક ચટ્ટાન છે. આ બ્રહ્મકમળમાંથી ભગવાન ગણેશના શિલારૂપિ મસ્તક પર દિવ્ય બૂંદ ટપકે છે. મુખ્ય બૂંદ આદિ ગણેશના મુખમાં પડતી દેખાય છે. માન્યતા છે કે, આ બ્રહ્મકમળ ભગવાન શિવે જ અહીં સ્થાપિત કર્યું હતું. આ ગુફાની અંદર કેદારનાથ, બદ્રીનાથ અને બાબા અમરનાથના પણ દર્શન થાય છે. બાબા અમરનાથની ગુફા પાસે પથ્થરની મોટી-મોટી જટાઓ ફેલાયેલી ઓછે. આ ગુફામાં કાળભૈરવની જીભના પણ દર્શન થાય છે. આની વિશે માન્યતા છે કે, જો કોઈ માણસ કાળભૈરવના મોંઢામાંથી ગર્ભમાં પ્રવેશ કરી પૂંછ સુધી પહોંચી જાય તો, તેને મોક્ષની પ્રાપ્તી થઈ જાય છે.
Loading ...