04, ડિસેમ્બર 2023
396 |
અંબાજી અંબાજીથી દર્શન કર્યા બાદ દાંતા તરફ જતી વખતે અંબાજી દાંતા વચ્ચે ત્રિસુલિયા ઘાટી મા આ અકસ્માત સર્જાયો હતો બનાસકાંઠા જિલ્લા ના દાંતા તાલુકા ના માર્ગો મોટાભાગે પહાડી અને વળાંક ને ઢોળાવ વાળા હોવાના કારણે અવારનવાર અકસ્માતો સર્જાતા હોય છે. ત્યારે અંબાજી અને દાંતા વચ્ચે આવેલા ત્રિસુલિયા ઘાટી માં વધુ અકસ્માતો સર્જાયો હતો અંબાજી- દાંતાવચ્ચે આવેલા ત્રિસુલીયા ઘાટી મા પટેલ ટ્રાવેલ્સ ની ખાનગી લક્ઝરી બસ ને અકસ્માત સર્જાયો છે.છેલ્લાં વીસ દિવસ થી રાજકોટ, જામનગર,મોરબી જેવા વિવિઘ સ્થળો નાં પ્રવાસે ગયેલા યાત્રિકો છેલ્લાં દિવસે શક્તિપીઠ અંબાજી માં માં અંબે નાં દર્શન કરી પોતાનાં વતન તરફ પરત ફરી રહ્યા હતા ત્યારે આ ખાનગી લક્ઝરી બસ ત્રિશુલીયા ઘાટ માં પલ્ટી જતાં અકસ્માત સર્જાયો હતો જેમાં રાહદારી ઓ સહિત રેસક્યું ની કામગીરી માં જાેડાયા હતા જાેકે પોલીસ ને સમાચાર મળતા અંબાજી નાં પીઆઇ જી આર રબારી સહીત દાંતા - હડાદ ની પોલીસ અને વિભાગીય નાયબ પોલીસ અધિક્ષક ડો. જીજ્ઞેશ ગામીત ઘટના સ્થળે પહોંચી રાહત કામગીરી આરંભી હતી જ્યારે ચાર જેટલી ૧૦૮ એમ્બ્યુલન્સ નાં સાયારન થી ત્રીશુલિયો ઘાટ ગુંજી ઉઠ્યો હતો ને તમામ ઘાયલોને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતાને અંબાજી જનરલ હોસ્પિટલ નાં તબીબો પણ ઘટના સ્થળે પહોંચી ગયા હતા જાેકે આ અકસ્માત નુ કારણ જણાવતાં લક્ઝરી નાં મુસાફરે જણાવ્યું હતું કે બસ પહેલે થી જ બગડેલી હતી જે આજે બસ નાં બ્રેક ફેઇલ થતા આ અકસ્માત સર્જાયો હતો જયારે બસ નાં માલિકે ટેલિફોન થી બસ ને કેટલું નુકસાન થયુ છે તેવી પૂછા કરી હતી પણ કોઇ યાત્રીકો ને વાગ્યું છે કે નહિ તેવું નાં પૂછતાં યાત્રીકો બસ નાં માલિક ઉપર ગુસ્સો ઠાલવ્યો હતો. આ અકસ્માત માં ઘવાયેલા યાત્રિકો બાબતે દાંતા નાં પ્રાંત અધિકારી સિધ્ધિ વર્મા એ ટેલીફોનીક સતત લાયઝનિંગ કર્યુ હતું આ સાથે અન્ય યાત્રિકો માટે અંબિકા ભોજનાલય થી ભોજનની વ્યવસ્થા કરવામાં આવી હતી.