08, જુલાઈ 2025
વોશિંગ્ટન |
4950 |
ભારત સાથે ડીલને લઈને આપ્યા સારા સમાચાર
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે જાહેરાત કરી હતી કે તેઓ વૈશ્વિક ટેરિફ વધારવાની છેલ્લી તારીખ 9 જુલાઈથી લંબાવીને તા. 1 ઓગસ્ટ કરી રહ્યા છે. સાથે તેમણે બાંગ્લાદેશ અને જાપાન સહિત 14 દેશો પર ટેરિફ વધારવાની પણ જાહેરાત કરી છે. ટ્રમ્પ વહીવટીતંત્રે સોમવારે તમામ અસરગ્રસ્ત દેશોને ઔપચારિક રીતે પત્ર મોકલીને આ નિર્ણયની જાણ કરી હતી.
આ નિર્ણય હેઠળ, કેટલાક દેશો પર 25%ના દરે કર લાદવામાં આવ્યો છે, જ્યારે કેટલાક પર 30% થી 40% સુધીની ભારે ડ્યુટી વસૂલવામાં આવી છે. ટ્રમ્પે પહેલા જાપાનના વડાપ્રધાન શિગેરુ ઇશિબા અને દક્ષિણ કોરિયાના રાષ્ટ્રપતિ લી જે-મ્યુંગને પત્રો મોકલ્યા, પછી અન્ય દેશોને પણ જાણ કરી.
રોઇટર્સના અહેવાલ મુજબ, યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે 14 દેશો પર નવા ટેરિફની જાહેરાત કરતી વખતે ભારત-અમેરિકા વેપાર સોદા વિશે પણ વાત કરી અને કહ્યું, "અમે ભારત સાથે સોદો કરવાની નજીક છીએ. અમે બ્રિટન (યુકે) અને ચીન (ચીન) સાથે સોદો કર્યો છે."
અમેરિકાએ મ્યાનમાર અને લાઓસ પર સૌથી વધુ 40% ટેરિફ લાદવામાં આવ્યા હતા.,જ્યારે થાઇલેન્ડ અને કંબોડિયાએ 36% ચૂકવવા પડશે. તેમજ બાંગ્લાદેશ અને સર્બિયા 35%.
ટ્રમ્પની ટેરિફ ચેતવણીનો બ્રિક્સના મુખ્ય દેશ ચીન દ્વારા વિરોધ કરવામાં આવ્યો છે. ચીનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા માઓ નિંગે કહ્યું કે, બ્રિક્સ આંતરરાષ્ટ્રીય રાજકીય મંચ પર એક સકારાત્મક સંગઠન છે.