બાગેશ્વર ધામમાં ફરી નાસભાગ: ધર્મશાળાની દીવાલ ધરાશાયી થતાં એકનું મોત, 11 ઈજાગ્રસ્ત
08, જુલાઈ 2025 છત્તરપુર   |   2970   |  

શ્રદ્ધાળુઓ ધર્મશાળામાં સૂતા હતા ત્યારે અચાનક દિવાલ પડી

મધ્યપ્રદેશના છત્તરપુર સ્થિત બાગેશ્વર ધામમાં મંગળવારે વહેલી સવારે એક ધર્મશાળાની દિવાલ પડવાના કારણે ઉત્તર પ્રદેશની એક મહિલા શ્રદ્ધાળુનું મોત નિપજ્યું હતું અને 11 લોકો ઈજાગ્રસ્ત થયા હતા. સ્થાનિક પોલીસ અને તંત્રએ ઘટનાસ્થળે પહોંચીને ઈજાગ્રસ્તોને હોસ્પિટલ ખસેડીને તપાસ શરૂ કરી દીધી. વળી, આ પહેલાં 3 જુલાઈએ પણ ધામ પરિસરના ટેન્ટમાં તૂટી જવાથી એક આધેડનું મોત નિપજ્યું હતું. બાગેશ્વર ધામના પીઠાધીશ્વર પંડિત ધીરેન્દ્ર શાસ્ત્રીએ ગુરૂ પુર્ણિમા પર તમામ શ્રદ્ધાળુઓને ઘરે જ રહેવાની અપીલ કરી હતી.

આ ધટનામાં ઈજાગ્રસ્તોના પરિજનોએ જણાવ્યું કે, તેઓ ધર્મશાળામાં સૂતા હતા, ત્યારે અચાનક દિવાલ તેમના ઉપર પડી. અધિકારીઓએ જણાવ્યું કે, દિવાલ પડવાના કારણોની તપાસ કરવામાં આવી રહી છે. ઈજાગ્રસ્તોની સ્થિતિ હાલ સ્થિર છે અને તેમની સારવાર શરૂ છે. આ પહેલાં 3 જુલાઈએ પણ બાગેશ્વર ધામ પરિસરમાં એક દુર્ઘટના બની હતી. 3 જુલાઈની સવારે આશરે 7 વાગ્યે આરતી બાદ બાગેશ્વર ધામ પરિસરમાં ટેન્ટ તૂટ્યો હતો. વરસાદથી બચવા માટે ટેન્ટની નીચે શ્રદ્ધાળુઓમાંથી એક આધેડના માથામાં લોખંડનું એન્ગલ પડવાથી તેમનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું.

આ અકસ્માત અંગે પંડીત ધીરેન્દ્ર શાસ્ત્રીએ જણાવ્યું કે, અમારા પંડાલથી દૂર જ્યાં જૂનો દરબાર લાગતો હતો, જ્યાં વરસાદના કારણે પૉલિથીનનો પંડાલ લગાવવામાં આવ્યો હતો, તેમાં પાણી ભરાઈ જવાના કારણે નીચે સૂતેલા ઉત્તર પ્રદેશના વ્યક્તિ અને અન્ય ભક્તોની ઉપર પડ્યો. એક સજ્જન વધુ ઈજાગ્રસ્ત થયો હતો, જેને સારવાર માટે હોસ્પિટલ લાવવામાં આવ્યા અને ત્યાં તેમનું મોત નિપજ્યું. બાકીના લોકોને સામાન્ય ઈજા થઈ હતી અને તમામ ધામ પણ આવી ગયા છે.


© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution