ભરૂચ -

ગંદકીના કારણે મચ્છરોનો ઉપદ્રવ વધી જતાં શહેરનાં કેટલાય વિસ્તારોમાં મેલેરિયા અને ડેન્ગ્યુના કેસોમાં વધારો નોંધાયો છે.જેથી આવનારા ઉત્સાહના પર્વ દિવાળી પહેલાં શહેરમાં જૂદા જૂદા વિસ્તારમાં આવેલી ગંદકીવાળી જગ્યાને સ્વચ્છ બનાવવામાં આવે તેવી લોકએ માંગણી કરી છે નગરપાલિકા દ્વારા લોકોની સુખાકારી માટે દરેક વિસ્તારોમાં કચરા પેટીઓ મુકવામાં આવે છે.જેમાં આસપાસના રહીશો પોતાના ઘરોના કચરાનો નિકાલ કરે છે.પરંતુ નગરપાલિકા દ્વારા સફાઈ નહીં કરવામાં આવતા તેની કામગીરી સમય સર નહિ કરવામાં આવતી હોવાના કારણે કચરા પેટીઓ ઉભરાય જવાથી કચરો બહાર પડે છે.આ કચરો પવન અને પશુઓ ખોરાકની શોધમાં ખેંચી જવાના કારણે જાહેર માર્ગો પર ફેંકાય જાય છે.જેના કારણે માર્ગો પરથી પસાર થતા વાહન ચાલકો અને વટેમાર્ગુઓને તેની દુર્ગંધના કારણે ભારે હાલાકીનો સામનો કરવો પડે છે. આ કચરાના કારણે તેમાં મચ્છરોના ઉપદ્રવ બાંધવા કારણે કેટલાય ઘરોમાં માંદગીના ખાટલાઓ જાેવા મળે છે.

રાજ્ય અને કેન્દ્રમાં ભાજપ સરકાર જયારથી સત્તામાં બેઠી છે ત્યારથી ભારતને સ્વચ્છ બનાવાનું મિશન હાથ ધર્યું છે. વર્ષ ૨૦૧૪થી ભાજપ ઠેર ઠેર લોકોને જાગૃત કરી રહો છે કે, સ્વચ્છતા જાળવો પણ શહેરોનું પાલિકા તંત્ર જાણે ઊંઘી રહ્યું છે તેમ ભરૂચ પાલિકાની હદ્દ વિસ્તારમાં આવેલા કેટલાક વિસ્તારમાં હાલ ગંદકીનું સામ્રાજ્ય જાેવા મળી રહ્યું છે. જેના કારણે હાલમાં શહેરમાં વાયરલ ફીવરના કેસ વધી રહ્યા છે. ભરૂચ શહેરમાં તાવ-શરદીના ૧૩૪૮ કરતા વધું કેસ નોંધાઈ ચૂક્યા છે. જેમાં પણ ૧૬ કેસ તો ડેન્ગ્યુનાં હોવાનું સરકારી ચોપડે સત્તાવાર નોંધાયું છે. આગામી દિવસોમાં દિવાળીના શુભ પર્વની આવી રહ્યા હોય ત્યારે શહેરના ઘણા વિસ્તાઓમાં ગંદકી અને કચરાના ઢગ જાેવા મળી રહ્યા છે.

જયારે કોઈ સત્તાધારી નેતા આવવાના હોય ત્યારે રાતોરાત રસ્તાઓ પાણીથી સાફ કરવામાં આવે છે અને એ વિસ્તારને ચમકાવી દેવામાં આવે છે ત્યારે શું શહેરની જાહેર જનતા સાથે અન્યાય નથી.ટેક્સ સામાન્ય જનતાથી ઉઘરાવામાં આવે છે અને સવલાતો મોટા નેતાઓને આપવામાં આવે છે.ભરૂચના એક માત્ર શક્તિનાથ વિસ્તારની જ વાત કરીએ તો કચરા પેટી હોવા છતાં રસ્તા પર કચરો ફેલાઈ રહ્યો છે અને પાલિકા દ્વારા તે વિસ્તારમાંથી કચરાપેટી તો ઉંચકી લેવામાં આવે છે પરંતુ આસપાસ પડેલા કચરાને ઉઠવામાં આવતો નથી. વાહનોની અવાર જવરથી ગંદકી વધુને વધુ ફેલાઈ રહી છે.જેથી વાહન ચાલકો પણ દુર્ગંધનો સામનો કરી રહ્યા છે.